ખેડૂતે અધિકારીને 25 હજારની લાંચ ન આપી તો ફટકાર્યો 1 લાખ 80 હજારનો દંડ

PC: Youtube.com

એક તરફ સરકાર દરેક ખેડૂતના ઘરે અને ખેતરે વીજળી પહોંચાડવાની વાતો કરીને લોકોનો ભરોસો જીતવાનો પ્રયાસ કરે છે ત્યારે બીજી તરફ સરકારની જ વીજ કંપની PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) ખેડૂતને ખોટી રીતે 1.80 લાખનો દંડ કરે છે. ખેડૂત પરિવારને આટલો મોટો દંડ ફટકારવામાં આવતા પરિવાર દ્વારા 7 દિવસથી PGVCLના વિરોધમાં ધરણા કરવામાં આવી રહ્યાં છે.

આ ઘટના છે સુરેન્દ્ર નગર જિલ્લાના વઢવાણ તાલુકાના વેળાવદર ગામની કે જ્યાં એક ખેડૂતને PGVCLએ વીજચોરીના ગુનામાં 1,80,632 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ખેડૂત દ્વારા કહેવામાં આવ્યું કે 8 તારીખે હું જ્યારે મારી વાડીએ પાણી પીવડાવતો હતો તે દરમિયાન PGVCLમાંથી કેટલાક અધિકારીઓ મારી વાડીએ ચેકિંગ કરવા આવ્યા હતા. ત્યારે અધિકારીએ મને બોલાવીને કહ્યું કે તમે વીજચોરી કરો છો. ત્યારે મેં કહ્યું કે સાહેબ અહીં વીજચોરી કરવાના કોઈ સાધનો નથી તો કેવી રીતે વીજચોરી કરું. તો અધિકારીએ કહ્યું કે કંઈ નહીં જવા દો બધું અને અમને લોકોને 25,000 રૂપિયા આપી દો નહીંતર અમે તમારા પર વીજચોરીનો કેસ કરીશું. ત્યારે મેં કહ્યું કે સાહેબ અમારી વાડીમાં કોઈ પણ ગેરકાયદેસર કનેક્શન નથી. છતાં તમે અમારા પર કેસ કેમ કરો છો, ત્યારે અધિકારીઓ કહ્યું કે તમારા ખેતરનું બિલ ઓછું આવે છે. એટલા માટે તમારા પર વીજચોરીનો કેસ કરવામાં આવે છે.

ગુજરાતના આ ખેડૂતને PGVCLના અધિકારીને 25,000ની લાંચ ન આપાવી ભારે પડી છે. હવે આ ખેડૂત પરિવાર પોતાને ન્યાય મળે તે માટે 7 દિવસથી કલેક્ટર કચેરી સામે ઉપવાસ કરી રહ્યાં છે. બીજી તરફ PGVCLના અધિકારીએ ખેડૂતના આક્ષેપો ફગાવ્યા હતા અને ખેતરમાં વીજ ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર કનેક્શન મળતા ખેડૂતને દંડ કરવાનું જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp