અમરેલીમાં સરદાર પટેલ વિશે જાણો PM મોદી શું બોલ્યા

લોકસભા ચૂંટણીના પ્રચાર માટે અમરેલી આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં સરદાર વલ્લભભાઇ પટેલની ભવ્ય પ્રતિમા પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુનો અનાદર કરવા માટે નથી બનાવવામાં આવી. PTIના જણાવ્યાનુસાર ગુજરાતની અમરેલીમાં એક ચૂંટણી રેલીમાં તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ કહે છે કે, પટેલ તેમના નેતા છે, પરંતુ પાર્ટીના કોઇ નેતા હજુ સુધી પ્રતિમા જોવા નથી આવ્યા.

PM નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, જ્યારે તમે ગૂગલ પર દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા શોધો છો, ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને ગુજરાતનું નામ સામે આવવા પર શું તમે ગૌરવ નથી અનુભવતા. મેં પંડિત નેહરુનો અનાદર કરવા માટે સરદાર પટેલની પ્રતિમા નથી બનાવી.

PM નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, તેમની સરકારે આતંકવાદને જમ્મુ-કાશ્મીરના ફક્ત અઢી જિલ્લા સુધી સીમિત કરી દીધો છે. દેશમાં પહેલા થયેલા બોમ્બ વિસ્ફોટની વિવિધ ઘટનાઓનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દેશના કોઇ અન્ય હિસ્સામાં છેલ્લા પાંચ વર્ષમાં કોઇ બોમ્બ વિસ્ફોટ નથી થયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp