બિટકોઈન મામલે નિશા ગોંડલિયાનો મોટો ઘટસ્ફોટ, કહ્યું સરકાર ધ્યાન આપી ન્યાય કરે

PC: sandesh.com

વર્ષ 2019માં રાજ્યમાં બિટકોઈન કૌભાંડ મામલે સતત ચર્ચામાં રહેલી નિશા ગોંડલિયાએ સોમવારે જામનગરમાંથી એક મોટી સ્પષ્ટતા કરી હતી. એક પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે, તે વિદેશથી પાછી આવી ત્યારથી ધમકીઓ મળી રહી છે. ગુજસીટોકના આરોપી જયેશ પટેલના સાગરિતો જે હજુ બહાર ફરી રહ્યા છે. પેરોલ પર છોડાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. જો આ આરોપી પેરોલ પર છૂટી જશે તો અલગથી પાસપોર્ટ બનાવી, આઈડેન્ટીટી બનાવીને વિદેશ ભાગી જશે.

જયેશ પટેલના દસથી બાર લોકો હજુ બાહર છે. જેના નામ નિશા પછીથી જણાવશે. નિશાએ કહ્યું કે, જયેશ પટેલ અત્યારે જેલમાં છે. 13થી 14 લોકો અત્યારે ગુજસીટોક અંતર્ગત કારાવાસમાં છે. પણ હજું 10થી 12 લોકો બહાર છે. પણ આ સાગરિતોના નામ હજુ સામે આવ્યા આવ્યા છે. અમુક તો ફરાર છે. જ્યારે કેટલાક હજુ બહાર નથી આવ્યા. તેઓ ગુજસીટોકના આરોપીને પેરોલ કરી, બહાર કાઢી વિદેશ ભગાડી દેવા યોજના બનાવી રહ્યા છે. આ દિશામાં સરકાર ધ્યાન આપે. આ સાથે ન્યાય આપે એવી અપીલ છે.

નિશાએ અવું પણ જણાવ્યું કે, મને અને આહિર સમાજના અગ્રણીને આ લડાઈમાં પાછા પાડવા પરેશાન કરવા, બદનામ કરી દેવા, ખોટા પ્રશ્નો સમાજમાં ઊભા થાય એ માટે ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. જયેશના પત્ની ધ્રુતી રાણપરિયા તરફથી પણ આહિર સમાજના અગ્રણીને અવારનવાર બ્લેકમેઈલ કરવામાં આવ્યા હતા. જે અંગે આહિર સમાજના અગ્રણીએ ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં નિવદેન આપ્યું છે. હું થોડા સમયથી જામનગરથી બહાર હતી. પહેલા પણ મારી લડત ખોટી ન હતી. આજે પણ ખોટી નથી. મને ફરિયાદીમાંથી આરોપી બનાવવા કાવતરૂ ઘડાયું હતું. મારી ધરપકડ ન થાય એ માટે સ્ટે આવ્યો છે.

મેં મારી લડાઈમાં હંમેશાં પોલીસને મદદ કરી છે. પોલીસ તંત્રએ પણ મારી મદદ કરી છે. વિદેશથી પરત આવ્યા બાદ મને પત્રકાર પરિષદ ન કરવા તથા કંઈ ન બોલવા માટે ધમકી આપવામાં આવી હતી. બિટકોઈન પ્રકરણમાં શૈલેષ ભટ્ટની સાળી નિશા ગોંડલિયા પર વર્ષ 2019માં ફાયરિંગ કરાયું હતું. જે કેસમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2019માં બિટકોઈન કેસમાં સાક્ષી તરીકે ખસી જવા જયેશ પટેલ તરફથી દબાણ કરવામાં આવ્યું હતું. આ અંગે નિશા ગોંડલિયાએ ફરિયાદ નોંધાવી હતી. એ પછી આ આખો કેસ સામે આવ્યો હતો. એ પછી ગુજરાત ATSની તપાસમાં બહાર આવ્યું હતું કે, નિશાએ પોતાના પર ફાયરિંગ કરાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp