સૌરાષ્ટ્રના આ ગામમાં થયો વરસાદ, ખેડૂતો થયા ચિંતિત, જુઓ વધુ તસવીરો

PC: youtube.com

રાજ્યમાં કમોસમી વરસાદ ખેડૂતો માટે સતત ચિંતાનું કારણ બની રહ્યો છે. માંડ માંડ ખેડૂતો પોતાના ખેતરના ખરાબ થયેલો પાક બહાર કાઢીને રવિ પાકની વાવણી કરવાની તૈયારી કરી રહ્યા છે, ત્યા ફરીથી કમોસમી વરસાદે ખેડૂતો માટે મુશ્કેલી ઉભી કરી છે. છેલ્લા ચાર દિવસથી અલગ-અલગ વિસ્તારમાં વરસાદી ઝાપટાઓ પડી રહ્યા છે અને તેને લઇને ખેડૂતો નુકશાની થવાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.


હવામાન વિભાગના દ્વારા આગાહી કરવામાં આવી હતી કે, અરબી સમુદ્રમાં દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં વેલમાર્ક અને ક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં લો-પ્રેશર આમ બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે આગામી 4 અને 5 ડિસેમ્બરે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને જૂનાગઢમાં હળવો વરસાદ થઈ શકે છે પરંતુ 4 ડીસેમ્બર પહેલા જૂનાગઢજિલ્લાના કેશોદ તાલુકાના ગામમાં શેરગઢ સહિતના કેટલાક ગામડાઓમાં 3 ડિસેમ્બરના રોજ બપોર પછીથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી ઝાપટું પડ્યું હતું. વરસાદી ઝાપટાના કારણે ગામમાં કેટલીક જગ્યાઓ પર પાણી પણ ભરાઈ ગયું હતું.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર વરસાદ જોવા મળી રહ્યો છે. જેમાં 2 ડિસેમ્બરના રોજ ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. આહવામાં વાદળછાયા વાતારણ વચ્ચે એકાએક વરસાદ શરૂ થયો હતો અને વલસાડના વાતારણમાં પણ પલટો આવતા વલસાડના કપરાના મનાલા પંથકની સાથે સાથે સેલવાસમાં પણ વરસાદનું ઝાપટું પડ્યું હતું. 1 ડિસેમ્બરના રોજ પણ આહવામાં વરસાદી ઝાપટાઓ પડ્યા હતા અને 30 નવેમ્બરના રાત્રીના સમયે પંચમહાલના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ગોધરા સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટાઓ પડ્યા હતા. બીજી તરફ આણંદના ઉમરેઠ તાલુકાના કેટલાક ગામડાઓમાં વરસાદ પડ્યો હતો.

કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકશાન થયું તે બદલ ખેડૂતો વીમા કંપની પાસેથી પાક વીમાના વળતરની માંગણી કરી રહ્યા છે પરંતુ વીમા કંપનીઓ ખેડૂતોની કોઈની વાત સાંભાળવા માટે તૈયાર નથી. આમ વરસાદ અને વીમા કંપની બંનેના કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp