ટ્રાફિક નિયમનો ભંગ કરીને આ શહેરની પ્રજાએ 336 દિવસમાં રૂ.5 કરોડથી વધુનો દંડ ભર્યો

PC: cdn.siasat.com

સૌરાષ્ટ્રનું મહાનગર રાજકોટ આમ તો દરેક ક્ષેત્રમાં અગ્રેસર હોય છે. પણ ટ્રાફિકના નિયમનો ભંગ કરવામાં પણ જાણે આ શહેરના લોકોએ સિદ્ધિ હાંસલ કરી હોય એવું ચિત્ર સામે આવ્યું છે. ટ્રાફિકને લગતા નિયમ અને જાહેરનામાનો ભંગ કરવામાં પણ આ શહેરની પ્રજા જાણે રેકોર્ડ બનાવવાની હોય એવું જોવા મળી રહ્યું છે. રાજકોટ શહેરની જનતાએ આ વર્ષને કુલ 336 દિવસમાં ટ્રાફિકના નિયમનો ભંગ કરવા બદલ કુલ રૂ.5 કરોડથી વધારેની રકમ દંડ પેટે ભરી છે.

જેથી પોલીસની તિજોરી છલકાઈ ગઈ છે. કોરોનાકાળમાં સૌથી વધારે દંડ રાજકોટની પ્રજાએ ભર્યો છે. એવું પોલીસે જાહેર કરેલા આકડાં પરથી કહી શકાય છે. શહેરની પોલીસે જુદા જુદા નિયમોનું પાલન નહીં કરનારા લોકો પાસેથી છેલ્લા અગીયાર મહિનમાં મસમોટો દંડ વસુલ કર્યો છે. જેની કુલ રકમ રૂ.5 કરોડને પાર થઈ ગઈ છે. શહેરની પ્રજાને નિયમોનું પાલન કરવા કરતા દંડ ભરવો વધારે પોસાય છે એવું આ રીપોર્ટ પરથી કહી શકાય છે. જાન્યુઆરીથી નવેમ્બર મહિના સુધીના સમયમાં અને ડીસેમ્બરના કુલ દિવસો ગણીને કુલ 117,222 જુદા જુદા કેસ કરીને રૂ.5,06,20,504નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. રાજકોટ સિટીમાં વારંવાર વાહનચાલકો જુદા જુદા વિસ્તારમાંથી નિયમનો ભંગ કરે છે.

જેની સામે પોલીસ દંડ વસુલ કરે છે. ક્યારેક વન વેમાં, તો ક્યારેક ટુ વ્હીલરમાં ત્રણ સવારી, ફોર વ્હીલમાં ક્યારેક RC બુક ન હોય તો કોઈ પાસે ડ્રાઈવિંગ લાયસન્સ જ ન હોય, કોઈની ગાડીમાં નંબર પ્લેટ ન હોય તો કોઈ નો પાર્કિંગમાં પાર્ક કરીને જતા રહે. ગાડીમાં નંબર પ્લેટ ન હોવાની બાબતમાં ફોર વ્હીલ ચાલકોનો પણ સમાવેશ થાય છે. શહેરમાં ઘણી એવી કાર ફરે છે જેમાં કોઈ નંબર નથી હોતા. તો કોઈ પોતાના વાહનમાં ફેન્સી નંબર પ્લેટ લગાવે છે. આ તમામ મુદ્દાઓ સામે પોલીસ દંડની વસુલાત કરે છે.

તો હાઈવે પરથી શહેરમાં આવતા કે શહેરમાંથી હાઈવે તરફ જતા ફોર વ્હીલ ચાલકો સીટ બેલ્ટ પહેરતા નથી. તો ઘણી વખત આખી કારમાં બ્લેક ફ્રેમ મૂકાવી હોય છે. આ પહેલા માસ્ક ન પહેરવાની બાબતમાં પણ દંડનો આંકડો કરોડો રૂપિયા સુધી પહોંચ્યો હતો. ગત વર્ષે જાહેરમાં થૂંકવાના, માસ્ક ન પહેરવાના મામલે દંડની વસુલાત રકમ કરોડો સુધી પહોંચી હતી. આ વર્ષે ટ્રાફિક નિયમભંગની રકમ કરોડ સુધી પહોંચી છે. ડીસેમ્બર મહિનામાં કુલ 550 કેસ નિયમભંગના નોંધાયા છે જેમાં રૂ.2,95,900નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. પોલીસે જ જણાવ્યું હતું કે, વાહન ચાલકો દંડની રકમ ભરપાઈ કરી જાય છે. પણ ફરી એ જ ભૂલ કરી બેસે છે. આવું આખા વર્ષ દરમિયાન ચાલતું રહે છે. નિયમનું પાલન કરવા કરતા દંડ ભરવો પોસાતો હશે. ઘણા એવા કેસ પણ છે જેણે અજાણતા દંડ થયો હોય. સીસીટીવી આવતા ઘરે મેમો આવે છે. ઘણા એવા પણ છે કે, ઘરે મેમો આવ્યો હોવા છતાં દંડ ભરવાની તસ્દી લેતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp