કોંગ્રેસના ધારાસભ્યોનું સસ્પેન્શન, ભાજપનો ફિયાસ્કો: રાજુલા સજ્જડ બંધ

PC: youtube.com

વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને વિધાનસભા આસપાસ પણ ન ફરકવા દેવા માટે કરેલાં આદેશ બાદ લોકોનો રોષ ભાજપના નેતાઓ પ્રત્યે ધિક્કારમાં ફેરવાઈ રહ્યો છે. ભાજપના આ નિર્ણય સામે લોકોએ સમગ્ર રાજ્યમાં 35થી વધારે જગ્યાએ દેખાવો અને આવેદનપત્રો આપેલાં છે. તેઓ કહે છે કે, ભાજપ સરકારે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને જે સજા કરી છે. આવી સજા ગાળો બોલનારા ભાજપના ધારાસભ્યને કેમ કરવામાં આવતી નથી. તેમને પણ ત્રણ વર્ષ માટે વિધાનસભામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. આવો રોષ રાજુલા, જાફરાબાદમાં જોવા મળ્યો હતો.

કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરનું સસ્પેન્શન રદ કરવા માટેની માંગણીના પગલે જડબેસલાક બંધ પાળ્યો હતો. ભાજપના નેતા રવુ ખુમાણે બંધ ન પાળવા માટે પ્રજાને અપીલ કરી હતી. તેમ છતાં પ્રજાને પોતાનો આક્રોશ ભાજપ પ્રત્યે વ્યક્ત કરવા માટે બંધ પાળ્યો હતો. અમરિષ ડેર ઉપરાંત વિક્રમ માડમ અને પ્રતાપ દુધાતના સસ્પેન્શન અંગે પણ સૌરાષ્ટ્રના ગામોમાં લોકો અને સમર્થકોએ રસ્તા પર ઉતરી ટાયરો બાળ્યા હતા અને સસ્પેન્શનનો વિરોધ કર્યો હતો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp