અમરેલી જિલ્લાના આંબલીયાળા ગામમાં અધૂરા કામો પૂરા કરવા મુખ્યમંત્રીને રજૂઆત

PC: twitter.com

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં આવેલા આંબલીયાળા ગામમાં વાસ્મો યોજનાના કામો જેવા કે આરસીસી પાણીનો ટાંકો,સંપ રૂમ અને બાકી પાણી કનેક્શનના કામો પૂર્ણ કરાવવા માટે CM, સચિવ, અમરેલી કલેક્ટર, મામલતદાર, ધારાસભ્ય અને સાંસદ નારણ કાછડિયાને રજૂઆત કરવામાં આવી છે.  ટીમ ગબ્બર ગુજરાતના સ્થાપક એડવોકેટ કાંતિ એચ ગજેરા અને નયન જોષી એડવોકેટ વિસાવદરને સ્થાનિક વતની એવા સંજય બી જાદવ દ્વારા રજુઆત મળી છે કે, અમારા ગામની વસ્તી 2000ની છે અને આ ગામમાં સરકારની યોજના ઘર ઘર નળ જેનાથી તમામ ગામના પાણીથી વંચિત લોકોને પીવાનું પાણી કાયમ મળી રહે તે હેતુથી વાસ્મો યોજના હેઠળ સરકારની ગ્રાન્ટ ફાળવવામાં આવી અને આ યોજના હેઠળ આવરી લેવામાં આવેલી છે.

આ માટે ટેન્ડર પણ મંજુર થઈ ગયું છે અને 4 માસમાં તમામ કામ પૂર્ણ કરવાનું નક્કી થયું હતું પણ આજે આ યોજના હેઠળ આર સીસીનો 1.50 લાખ લિટર પાણીનો ટાંકો તેમજ સંપ રૂમ પણ બનેલો નથી અને ગામના 50 ઘરોને પીવાના પાણીના નળ કનેકશન આપેલું નથી અને આ યોજનાના ઉપર જણાવેલ કામો અધૂરા છોડી દીધેલા છે અને સમયગાળો પણ પૂર્ણ થઈ ગયેલો છે જેથી આ યોજનાના કોન્ટેક્ટર દ્વારા કામો બાકી હોવાથી આ યોજનાના તમામ કામો પૂર્ણ કરવા માટે તાકીદે પગલા લેવામાં આવે અને તાત્કાલીક તમામ કામો પૂર્ણ કરવા યોગ્ય આદેશ આપવામાં આવે તેવી ટીમ ગબ્બર ગુજરાતની રજુવાત છે.

આ ઉપરાત તેમણે રજૂઆત કરી હતી કે, જો આ યોજનાના કામો રાખનાર કોન્ટ્રાક્ટરને જ્યાં સુધી કામો પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓની સિકયુરિટી ડિપોઝીટ જપ્ત કરવામાં આવે અને યોગ્ય સમયમાં કામ પૂર્ણ ન થયું હોય જેથી પેનલ્ટી વસૂલવામાં આવે તેવા આદેશ આપવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp