ગીર ગઢડાના સરકાર માન્ય ખાતરના ડેપોની ગુણમાંથી રેતી નીકળતા ખેડૂતોમાં રોષ

PC: mantavyanews.com

ગુજરાતના ખેડૂતો માટે આ વર્ષ ખૂબ કપરું રહ્યું છે. ક્યારેક ખેડૂતોને વરસાદનો માર પડે છે, તો ક્યારેક તીડનું આક્રમણ થાય છે. આ કુદરતી આફતોથી હેરાન થયા પછી હવે ખેડૂતો કૃત્રિમ આફતો સામે લડી રહ્યા છે. મગફળીની બોરીમાંથી માટીના ઢેફા નીકળવાની ઘટના પછી હવે ઇફકો કંપનીની ખાતરની બોરીમાંથી રેતી નીકળવાની ઘટના સામે આવી છે. આ બાબતે ખેડૂતે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ખેડૂતે વીડિયોમાં જણાવ્યું હતું કે, બે કિલો ખાતર ઓગાળતા તેમાંથી આટલી મોટી માત્રામાં રેતી નીકળે તો 50 કિલોની ગુણીમાંથી કેટલી રેતી નીકળશે તે સમજ્યા જેવી બબાતે છે.

રિપોર્ટ અનુસાર ગીર ગઢડામાં આવેલી મારુતિ ફર્ટિલાઇઝર નામના ખાતરના ડેપોમાંથી એક ખેડૂત દ્વારા ખાતરની ખરીદી કરવામાં આવી હતી. ખેડૂતો બે કિલો જેટલું ખાતર પાણીમાં ઓગળતા તેમાંથી માટી નીકળવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ખેડૂતો ખાતરની બોરી સાથે ખાતર ડેપો પર પહોચ્યા હતા અને સમગ્ર મામલે ડેપોના માલિકને ખાતરમાંથી રેતી નીકળવાની ફરિયાદ કરી હતી.

ખાતરની બોરીમાંથી રેતી નીકળતા ખેડૂતો મારુતિ ફર્ટીલાઈઝરના ગોડાઉન પર બેસી ગયા હતા અને આ મામલે જવાબદાર અધિકારીઓને હાજર કરવાની માંગણી કરી રહ્યા હતા. ખેડૂતોનો સીધો આક્ષેપ સરકાર અને સરકારી બાબુઓ પર છે. આ ઉપરાંત આ મામલે ખેડૂતોએ તટસ્થ તપાસની માંગણી કરી છે. ખેડૂતોની ફરિયાદના પગલે મારુતિ ફર્ટીલાઈઝરના માલિક ચિરાગ વેકરીયાએ તાત્કાલિક ખેતી નિયામક અધિકારીને આ માહિતી આપી હતી. ખેતી નિયામક અને ખેડૂતોની હાજરીમાં ખાતરનું સેમ્પલ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યું હતું. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp