ગોંડલમાં 7 અનાથ દીકરીના ધામધૂમથી લગ્ન, દરેક યુવતિને 100 વારનો પ્લોટ અપાયો

PC: Youtube.com

ગોંડલના મહારાજા દ્વારા ઘણા સેવાના કાર્યો કરવામાં આવતા હતા અને આજે પણ તેમાંથી ઘણા સેવાના કાર્યો થઇ રહ્યા છે. તે સેવા કાર્યોમાંનું એક કાર્યું બાળાશ્રમમાં રહેતી યુવતીઓને લગ્ન કરાવવું છે. ગોંડલના રાજા સર ભગવતસિંહજીએ વર્ષ 1903માં બાળાશ્રમની સ્થાપના કરી હતી અને તેમાં નિરાધાર બાળકોને રાખવામાં આવતા હતા.

મહારાજા નિરાધાર બાળકોને પોતાના સગા બાળકોની જેમ જ રાખતા હતા. આ બાળાશ્રમમાં માતા-પિતાની છત્ર છાયા ગુમાવી ચૂકેલી યુવતીઓના લગ્ન દર વર્ષે કરવામાં આવે છે અને આ વર્ષ પણ સાત દીકરીઓના લગ્નો ધામધૂમથી કરવામાં આવ્યા હતા. લગ્ન પ્રસંગે સામાજિક, ઉદ્યોગિક અને રાજકીય અંગેનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ અનુસાર ગોંડલના બાળાશ્રમમાં રહેલી સાત દીકરીઓનો લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સાત દીકરીઓની સાત જાનને આવકારવા માટે ગોંડલના માંડવી ચોકથી બાળાશ્રમ સુધી એક વરઘોડો નીકળ્યો હતો. સાત દીકરીના લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. જે રીતે દીકરીના સગા માતા-પિતા દીકરી માટે વરની પસંદગી કરે તેવી રીતે આગેવાનોએ સાત દીકરીઓ માટે 150 મુરતિયામાંથી સાત યુવકોની પસંદગી કરી હતી.

સાત યુવતીઓના લગ્નની પહેલા ગોંડલની સણગારવામાં આવ્યું હતું. લગ્ન પ્રસંગે સામાજિક, ઉદ્યોગિક અને રાજકીય અંગેનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા.

આ ઉપરાંત રાજકોટના નીલેશ લુણાગરિયાએ દીકરીઓને કરિયાવરમાં 100 વારના પ્લોટની ભેટ આપી હતી. લગ્નોત્સવમાં યોજાયેલા દાંડિયા રાસના કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્ય અને પાલિકાના પ્રમુખ અને નાગરિક બેંકના ચેરમેન પણ ઉપસ્થિત રહ્યા હતા અને લગ્ન સમયે પાલિકાના પ્રમુખ અને સભ્યો માંડવીયા પક્ષમાં દીકરીઓના માવતર બન્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp