સુરેન્દ્રનગરમાં બાળ લગ્ન કરાવતા માતા-પિતા અને ગોર મહારાજની પોલીસે અટકાયત કરી

PC: patrika.com

બાળ આયોગ અને સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓ દ્વારા બાળલગ્ન અટકાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સમાજ સુરક્ષા અધિકારીએ બાતમીના આધારે સુરેન્દ્રનગરમાં બાળલગ્ન થતા અટકાવ્યા હતા.

મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગરમાં એક પરિવાર દ્વારા સગીરવયની દીકરીના લગ્ન કરાવવામાં આવતા હોવાની બાતમી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને મળી હતી. બાતમીના આધારે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી પોલીસની ટીમને સાથે લઇને જે સ્થળ પર લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ તે સ્થળ પર પહોંચ્યા હતા અને લગ્ન કરતી યુવતીની ઉમરની ખરાઈ કરતા યુવતીની ઉમર લગ્ન લાયક ન હોવાનું જાણવા મળ્યું હતુ, જેના કારણે પોલીસ અને સમાજ સુરક્ષા અધિકારી દ્વારા બાળલગ્નને અટકાવવામાં આવ્યા હતા અને દીકરીના બાળલગ્ન કરાવનારા માતા-પિતા અને ગોર મહારાજની પોલીસે અટકાયત કરી હતી અને તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, બાળલગ્નએ મોટું દુષણ છે, ત્યારે બાળલગ્ન થતા અટકાવવા માટે બાળ આયોગ અને જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. 28 એપ્રિલના રોજ ખાંડીવાવ ગામે ક્ષત્રીય સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 24 કરતા વધારે જોડાઓ લગ્નગ્રંથિથી જોડાવાના હતા. આ 24 જોડાઓમાંથી 14 જોડાઓ એવા હતા કે, તેમની ઉંમર લગ્ન લાયક ન હતી છતાં પણ તેમણે પોતાના નામની નોંધણી કરાવી હતી અને તેઓ પરણવા માટે આવ્યા હતા. આ વાતની જાણ લગ્ન પ્રતિબંધક અધિકારી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીને થતા તેઓ લગ્ન સ્થળ પર પહોંચ્યા અને ઓછી ઉમર ધરવતા 14 જોડાઓનના લગ્ન અટકાવ્યા હતા.

ત્યારબાદ સાબરકાંઠાના વડાલીના માલપુરગામમાં વડાલી તાલુકા પશ્ચિમ વિભાગ ઠાકોર સમાજ દ્વારા પાંચમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સમુહ લગ્નમાં 31 યુવાલો પ્રભુતામાં પગલા માંડવાના હતા પરંતુ જિલ્લા બાળ આયોગ દ્વારા ઓછી વાયના 21 યુગલોને લગ્ન કરતા અટકાવવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp