ગુજરાતમાં ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતની લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ

PC: youtube.com

ગુજરાતમાં નશીલા પદાર્થના સેવન અને તેના વાવેતર પર પ્રતિબંધ છે. છતાં પણ કેટલાક ખેડૂતો વધારે પૈસા કમાવવાની લાલચમાં પોતાના ખેતરમાં ગાંજાનું વાવેતર કરતા હોય છે. જ્યારે આ વાતની જાણ પોલીસને થાય છે, ત્યારે પોલીસ ગાંજાના મુદામાલ સાથે આરોપી ખેડૂતની પણ ધરપકડ કરે છે. આવું જ કંઈક સુરેન્દ્રનગરમાં સામે આવ્યું છે. સુરેન્દ્રનગરના એક ખેડૂતે પોતાના ખેતરમાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કર્યું હતું. આ વાતની જાણ પોલીસને થતા પોલીસે ખેતર પર દરોડો પાડીને ખેડૂત સહિત ખેતરમાં વાવેલા ગાંજાના મુદ્દામાલને કબ્જે કર્યો હતો.

એક રીપોર્ટ અનુસાર, સુરેન્દ્રનગર પોલીસને બાતમી મળી હતી કે, મુળી નજીક ખંપાળીયા ગામમાં એક ખેડૂત દ્વારા તેના ખેતરના લાખો રૂપિયાના ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે. બાતમીના આધારે પોલીસે ખેતર પર દરોડો પાડતા પોલીસને લાખો રૂપિયાનો લીલો અને સુકો ગાંજો મળી આવ્યો હતો. જેના કારણે પોલીસે ગાંજાના મુદ્દામાલ સાથે ખેડૂતની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસ આરોપી ખેડૂતની પૂછપરછ કરી રહી છે કે, ખેડૂતે આ પહેલીવાર ગાંજાનું વાવેતર કર્યું છે કે, આ અગાઉ પણ તેણે કોઈ વાવેતર કર્યું હતું. આ ઉપરાંત ખેડૂતે પોતે ગાંજો વાવ્યો છે કે, કોઈકના કહેવાથી ગાંજાનું વાવેતર કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, થોડાં મહિનાઓ પહેલા પાટણના પીપલાણા ગામની સીમમાં જીવણજી ઠાકોર નામના ખેડૂતે પોતાના ખેતરમાં એરંડાની આડમાં ગાંજા અને અફીણનું વાવેતર કર્યું હતું. બાતમીના આધારે SOGએ સ્થાનિક પોલીસને સાથે રાખીને આ ખેતરમાં દરોડા પાડીને 500 કિલો લીલા ગાંજા અને અફીણનો મુદ્દામાલ કબજે લીધો હતો અને ખેડૂત સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp