કોંગી નેતાનો આક્ષેપ, રાજકોટ મનપા કમિશનર અને કલેક્ટરના ઈગોના કારણે કોરોના વધ્યો

PC: facebook.com/RajkotMunicipalCorporation

રાજકોટમાં કોરોના વાયરસનું સંક્રમણ વધવા પાછળ કોંગ્રેસના એક નેતાએ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અને રાજકોટના કલેકટર વચ્ચેનો ખટરાગ હોવાનું કારણ દર્શાવ્યુ છે. તેમને બેદરકારીભર્યા પગલાં લેવા બદલ રાજકોટ મહાનગરપાલિકા કમિશનરની બદલી કરવાની પણ માંગ કરી છે.

રાજકોટ કોંગ્રેસના નેતા મહેશ રાજપુતે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ભારતમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ ત્યારથી રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અને રાજકોટના કલેકટર વચ્ચે ક્યાંકને-ક્યાંક પોતાનો ઈગો ઘવાતો હોય તેવું દેખાઇ આવતું હતું અને જેનો અનુભવ મીડિયાને પણ થયો છે. આજે રાજકોટની પ્રજા જે ભોગવી રહી છે અને આરોગ્ય તંત્ર ખાડે ગયું છે તેનો મુખ્ય ભાગા આ બંને છે. રાજકોટ મહાનગરપાલિકા કમિશનર પર હું સ્પષ્ટ કહું છું કે, પોતાના ઈગોના કારણે રાજકોટની જનતાને તેમને જોખમમાં મુકી દીધી અને તેનું પરિણામ આજે બધા લોકો ભોગવી રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે હું મિનિસ્ટર પણ આક્ષેપો કરું છું કે, તેમને પણ કલેકટર અને કમિશનર વચ્ચેના ઈગોને દૂર કરી જે કડી ખૂટતી હતી તે કડીને જોડવી જોઈતી હતી.અને આ બન્નેએ ઈગો એક બાજુ મુકીને પ્રજાલક્ષી કામો કરવા જોઈએ પરંતુ નેતાઓએ પણ આ નથી કર્યું. જેના કારણે તેનો ભોગ પ્રજા બની રહી છે. અમદાવાદની અંદર આપણે જોયું છે કે, અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર નેતાઓને એક સાઈડમાં મુકીને પ્રજાના હિતમાં હોય તેવા કામ કરતા હતા. પછી તે ભલે ગમે એ પક્ષના નેતા હવે ભાજપમાં હોય કે, કોંગ્રેસ ના હોય. એ કમિશનરને હોમ કવોરેન્ટાઇન કર્યા બાદ ઘરે મોકલી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમની બદલી કરી દેવામાં આવી.

આની સામે સિવિલ સર્જને 500થી 800 રૂપિયામાં ભોજનની થાળીઓનું વેચાણ કર્યું તેની સામે ફોજદારી પગલાં લેવામાં આવ્યાં નથી પરંતુ તેને હોમ ક્વોરેન્ટાઇન કરીને જૂનાગઢ બદલી કરી દેવામાં આવી છે. આ સેમ પરિસ્થિતિ અત્યારે રાજકોટ કલેકટર સાથે થતી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, બે દિવસ પહેલા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાઇનામાં મશીન આવ્યા છે અને આ બાબતે રાજ્યના આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ હાથ ઊંચા કરી દીધા છે. તે કહે છે કે, મને ખબર નથી આ મશીન ક્યાંથી આવ્યા છે. એટલે સરકારના બલીના ભાગરૂપે કલેકટરનો ઉપયોગ થાય તેવી મારી પાસે માહિતી છે.

હું આ વાતમાં ખોટો પડુ તો મને દુઃખ નથી કારણ કે, જો કલેક્ટર રાજકોટમાં રહેશે તો અહીં સારું થશે. રાજકોટના હિત માટે મારી સ્પષ્ટ માગણી છે કે, ભાજપના નેતા બધા આગળ આવે અને કલેક્ટર અને કમિશનરના ખટરાગને સાઈડમાં મુકીને જેને ફરજ નથી નિભાવી, જેને લોકોના આરોગ્ય સાથે ચેંડા કર્યા છે આવા કમિશનરને ઘરે મોકલવા જોઈએ અથવા તેમને ગાંધીનગરમાં એક સાઈડ બેસાડવા જોઈએ. રાજકોટમાં લોકડાઉન થયું ત્યારે માત્ર કમિશનર ચોપડે કામ કરતા હતા અને તેમના નીચેના લોકો કૌભાંડો કરતા હતા. જે રીતે 5 અને 6 કરોડના બિલો મુકાયા તે મુજબ હું માનું છું કે, રાજકોટની જનતાને જે કંઈ પણ ભોગગવું પડી રહ્યું છે તેનું મુખ્ય કારણ કમિશનર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp