રાજકોટમાં ઘરે જવા ટ્રાફિક ન થાય એટલે સાંજે 7 વાગ્યે જાણો શું કરાશે

PC: quoracdn.net

કોરોના વાયરસના કેસને કાબુમાં લેવા માટે રાજ્ય સરકારે 20 શહેર-જિલ્લામાં નાઈટ કર્ફ્યૂનું એલાન કર્યું છે. નાઈટ કર્ફ્યૂના બીજા તબક્કામાં રાજકોટ શહેરમાં ટ્રાફિક ન થાય એ માટે મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. પ્રથમ દિવસે રાજકોટ શહેરમાં 8 વાગ્યા બાદ પણ ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. આવી સ્થિતિ ઊભી ન થયા એટલા માટે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સાંજે 7 વાગ્યે મુખ્ય ટ્રાફિક સિગ્નલ બંધ કરી દેવા માટે આદેશ કર્યા છે.

ટ્રાફિક સિગ્નલ બંધ હશે તો લોકો સરળતાથી નીકળી શકશે. બુધવારે સાંજે ટ્રાફિક સિગ્નલ ચાલું હોવાથી મોટી સંખ્યામાં વાહનો અટવાયા હતા. પોલીસ કમિશનરે પણ લોકોને અપીલ કરી છે કે, તેઓ આઠ વાગ્યે ઘરે પહોંચી જાય. કોરોના કાળમાં પોલીસ સ્ટેશને કોઈને જવાની જરૂર ન પડે એટલા માટે જે તે પોલીસ સ્ટેશનના નંબર અને ઈ મેઈલની યાદી જાહેર કરવામાં આવી છે. રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારમાં 3000 પોલીસ કર્મચારી આ સંક્રમણ અટકે એ માટે પ્રયત્નો કરી રહ્યા છે. જરૂર પડ્યે સ્વયંસેવકોને પણ કામે લગાડવામાં આવશે. રેડો ઝોન ગણાતા વિસ્તારમાં પોલીસ તહેનાત રહેશે અને ચેકિંગ પણ કરશે. રેડ ઝોન, માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જેવા વિસ્તારની સતત મુલાકાત લેવામાં આવી રહી છે. કોર્પોરેશન તરફથી પણ સર્વે ટીમ જુદા જુદા વિસ્તારમાં ફરી રહી છે. સાંજે 8 વાગ્યે નાઈટ કર્ફ્યૂ શરૂ થતા 7 વાગ્યાથી જ લોકો પોતાના વ્યાપાર ધંધા બંધ કરી દે છે. ઓફિસેથી છૂટતા લોકોએ પણ સમયમાં થોડો ફેરફાર કર્યો છે. બુધવારે રાત્રે પોણા આઠ વાગ્યે રાજકોટ શહેરના મુખ્ય માર્ગ ગણાતા રૈયા ચોકડી, કિશાનપરા, યુનિવર્સિટી રોડ, કેકેવી હોલ ચાર રસ્તા, કોટેચા ચોક જેવા વિસ્તારમાં ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો.

શહેરના ઈન્દિરા સર્કલથી રૈયા ટેલિફોન એક્સચેન્જ વચ્ચેના રસ્તા પર વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી. જોકે, આ રોડ પર બે ટ્રાફિક પોઈન્ટ હોવાને કારણે ટ્રાફિક ડાઈવર્ટ થતા સમય લાગ્યો હતો. નાઈટ કર્ફ્યૂનો સમય શરૂ થયા બાદ પણ પોલીસે થોડી રાહત આપીને લોકોને ઝડપથી ઘરે જવા દીધા હતા. જોકે, ટ્રાફિક પોલીસ તરફથી પણ વાહન ઝડપથી જે તે રસ્તા પરથી આગળ વધે એ માટે સતત પ્રયત્નો થયા હતા. જોકે, હવે સિગ્નલ બંધ રખાતા ટ્રાફિક નહીં થાય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp