પુલવામાઃ આતંકવાદી હુમલાને લઇને ગુજરાતના લોકોએ ટાયર સળગાવી કર્યો વિરોધ

PC: www.youtube.com

જમ્મુ-કાશ્મીરના પુલવામા આતંકીઓએ ફરીએકવાર સેનાના સુરક્ષાબળોને નિશાનો બનાવવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરના પુલવામાના અવંતીપુરાના ગોરીપુરા વિસ્તારમાં CRPFના કાફલા પર આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 37 જવાનો શહીદ થયા હતા. ઘટનાને  લઇને દેશના લોકોમાં રોષની લાગણી જોવા મળી છે, રોષે ભરાયેલા લોકોએ કેટલીક જગ્યા પર ટાયરો સળગાવ્યા પાકિસ્તાન હાય હાયના નારા બોલાવીને રોષ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત ગુજરાતના કેટલાક શહેરોમાં પણ આ ઘટનાને લઇને વિરોધના સુર ઉઠવા પામ્યા હતા.

આ સમગ્ર મામલે વાત કરવામા આવે તો ગુજરાતના સુરત, અમદાવાદ અને મોરબીના ટંકારમાં વિરોધના સુર ઉઠ્યા હતા. સુરતના અડાજણ વિસ્તારમાં મોટી સંખ્યામાં એકઠા થઈને સરદાર બ્રીજ પાસે ટાયરો સળગાવીને રોષ ઠાલવ્યો હતો. બીજી બીજી તરફ મોરબીના ટંકારાના ઓટાળા ગામના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રસ્તા પર ટાયરો સળગાવીને પાકિસ્તાન હાય હાયના નારા લગાવીને રોષ વ્યક્ત કર્યો હતો. ત્યારે અમદાવાદના મણીનગર વિસ્તારમાં આવેલા મહાદેવ યુવક મંડળના સભ્યો દ્વારા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને કેન્ડલ અને ફૂલહાર વડે શ્રદ્ધાંજલિ આપી હતી અને જે રીતે પહેલી વાર સર્જિકલ સ્ટ્રાઈક થઇ હતી તે રીતે બીજી વાર સર્જિકલ સ્ટ્રાઈક કરવાની માગ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp