રાજકોટમાં એક તરફી પ્રેમમાં પાગલ સાધુએ સેવિકાને જીવતી સળગાવી દીધી

PC: youtube.com

પ્રેમિકાને દિલની વાત કહેવાનો દિવસ એટલે વેલેન્ટાઇન ડે. આ દિવસે પ્રેમી પ્રેમિકાને દિલની વાત કરે છે. ત્યારે રાજકોટમાં વેલેન્ટાઇન ડેના દિવસે એક સાધુએ તેના એક તરફી પ્રેમમાં સેવિકાને પ્રેમનો એકરાર કર્યો સેવિકાએ સાધુના પ્રેમની અસ્વીકાર કરતા સાધુએ સેવિકાને જીવતી સળગાવી દીધી અને પોતે પણ આગની લપેટમાં આવી ગયો હોવાથી તેનું મોત નીપજ્યું. સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર વાત કરવામાં આવે તો રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા આવાસમાં પરિણીતા તેના પતિ અને બે સંતાન સાથે રહેતી હતી. પરિણીતા રોજ સવારે રાજકોટના મોટા મૌવામાં આવેલા કાલ ભૈરવના મંદિરે સફાઈ કરવા માટે જતી હતી, ત્યારે મંદિરમાં પૂજા કરતા રોનક પરમારને પરિણીતા સાથે એક તરફી પ્રેમ થઈ ગયો હતો અને આ એક તરફી પ્રેમમાં રોનક પરિણીતાની પજવણી કરતો હતો. ત્યારે પરિણીતાએ રોનકથી કંટાળીને મંદિરમાં સફાઈ કરવા આવવાનું છોડી દીધું અને એક લોજમાં કામ કરવા જવાનું નક્કી કરી લીધું.

પરિણીતાએ લોજમાં કામ શરૂ કર્યું હતું એ મંદિરના પૂજારીને મંજૂર ન હતું. એક તરફી પ્રેમમાં પાગલ પૂજારીએ વેલેન્ટાઇનના દિવસે પરિણીતાને ફોન કરીને મંદિરમાં પૂજા કરવી છે, તેવું કહીને પરિણીતાને મંદિરમાં સફાઈ કરવા માટે બોલાવીં હતી. પરતું પરિણીતાએ સાંજે પતિ સાથે આવીને મંદિરની સફાઈ કરી જઈશ, તેવું જણાવતા પૂજારીને ગુસ્સો આવ્યો હતો. તેથી પૂજારી રીક્ષા લઈને પરિણીતા જે લોજમાં કામ કરતી હતી તે લોજમાં ગયો અને પ્રેમીકાને જબરદસ્તીથી રીક્ષામાં બેસાડીને મદિર લઈ ગયો હતો અને મંદિરમાં પરિણીતાને તેની સાથે લગ્ન કરવા જણાવ્યું હતું, પરિણીતાએ લગ્નની મનાઈ કરતા પૂજારીએ પરિણીતા પર કેરોસીન છાંટીને આગ ચાપી દીધી હતી. ત્યારે પ્રેમિકાને સળગતી જોઈએ પૂજારી પ્રેમિકાને બચાવવા ગયો અને તે પણ આગની ઝપેટમાં આવી ગયો.

આ સમગ્ર ઘટનાની જાણ આસપાસના લોકોને થતા લોકોએ બંને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ પૂજારી રોનક પરમારનું મોત નીપજ્યું હતું અને પરિણીતાની હાલત ગંભીર હોવું જાણવા મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp