દીકરીને વાસ્તુનું આમંત્રણ આપવા ગયેલા પિતાની જમાઈએ ઈંટના ઘા મારીને હત્યા કરી

PC: dainikbhaskar.com

રાજ્યમાં ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જાણે અસામાજીક તત્ત્વોને પોલીસ કે, કાયદાનો ડર ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, રાજ્યમાં અવાર નવાર ચોરી, મારામારી, લૂંટ અને હત્યા જેવા કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. તો કેટલાક કિસ્સાઓમાં તો પરિવારના સભ્યએ પરિવારના સભ્યોની હત્યા કરી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે આવો જ એક કિસ્સો જામનગરમાં સામે આવ્યો છે, જેમાં દીકરીના ઘરે ગયેલા એક પિતાની હત્યા જમાઈ એ કરી નાખી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ કરી છે. પિતા દીકરાના ઘરે વાસ્તુનું આમંત્રણ આપવા માટે ગયા હતા અને મળ્યું મોત.

રિપોર્ટ અનુસાર જામનગર તળાવની પાળ નજીક આવેલા શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં મનીષ જાની તેના પરિવારની સાથે રહે છે. મનીષ જાનીના સસરા વિજય ભટ્ટે અમદાવાદમાં એક મકાનની ખરીદી કરી હતી. તેથી મકાનના વાસ્તુના પ્રસંગે વિજય ભટ્ટ દીકરીને આમંત્રણ આપવા માટે કાલાવડથી જામનગર ગયા હતા. તે સમયે જ વિજય ભટ્ટને જમાઈ મનીષ જાની સાથે દીકરીના ઘરના પાર્કિંગમાંથી કોઈ પારિવારિક બાબતને લઈને બોલાચાલી થઇ હતી. આ બોલાચાલીએ ધીમે-ધીમે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

બોલાચાલી દરમિયાન ઉગ્ર બનેલા જમાઈ વિજય જાનીએ સસરા વિજય ભટ્ટ પર હુમલો કરી દીધો હતો. વિજય જાનીએ સસરાને માથાના ભાગે ઈંટના ઘા ઝીંકીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા. ઘટનાની જાણ થતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને સમગ્ર મામલે પોલીસ અને 108ને માહિતી આપી હતી. જેથી પોલીસ અને 108ના આરોગ્યકર્મીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને તેમને વિજય ભટ્ટની તપાસ કરી હતી પરંતુ વિજય ભટ્ટને ગંભીર ઇજા થઇ હોવાના કારણે તેમનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. તેથી પોલીસે વિજય ભટ્ટના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે વિજય જાની સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. ખુશીના પ્રસંગે દીકરીને આમંત્રણ આપવા આવેલા પિતાનું જમાઈ એજ પારિવારિક ઝઘડામાં મોત નીપજાવતા આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp