કન્ટેનરમાં મજૂરો ભરીને લઈ જવાતા હતા, મુન્દ્રા પોલીસે ઝડપી લીધા

PC: dainikbhaskar.com

દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન આપવામાં આવ્યું છે ત્યારે અન્ય રાજયોમાંથી કામ કરવા આવેલા શ્રમિકો પોતાના વતન તરફ જવા રવાના થઈ રહ્યા છે. લોકડાઉનના કારણે તમામ મજૂરો પોતાના વતન ચાલીને જવા તરફ મજબૂર બન્યા છે કારણ કે તંત્ર દ્વારા તમામ વાહન વ્યવહારની સુવિધાઓ અને પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધાઓ બંધ કરી દેવામાં આવી છે. મજૂરો પોતાના વતન તરફ ચાલીને જતા હોવાના કારણે કેટલીકવાર અકસ્માતની ઘટનાઓ પ્રકાશમાં આવે છે અને તેમાં મજૂરોના મોત પણ નીપજે છે. તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોને જે જગ્યા પર છે, તે જગ્યા પર જ તેમને રહેવા માટે અપીલ કરવામાં આવી છે ત્યારે ભુજના મુન્દ્રા તાલુકામાં નજીક મજૂરો દ્વારા વતન વાપસી કરવા માટે એક અનોખો કીમિયો અપનાવવામાં આવ્યો હતો પરંતુ પોલીસની સતર્કતાને કારણે મજૂરો પોતાના વતન જઈ શક્યા ન હતા.

રિપોર્ટ અનુસાર કચ્છના મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર નજીકથી પસાર થતા એક ટેન્કર પર પોલીસને શંકા જણાઈ હતી, જેથી પોલીસે આ ટેન્કરને ઉભું રાખીને ડ્રાઈવરની પૂછપરછ કરી હતી અને ટેન્કર ખોલીને તપાસ કરતા તેમાં મજૂરો ભરાયેલા જોવા મળ્યા હતા. આ તમામ મજૂરો કચ્છની બહાર નીકળવા માટેના પ્રયાસો કરી રહ્યા હતા. પોલીસે આ સમગ્ર આ મામલે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાંથી રાજસ્થાનના ઉદયપુર સુધી પગપાળા ગયેલા શ્રમિકોને રાજસ્થાન પોલીસ દ્વારા બોર્ડર પર પરત મૂકી આવવામાં આવ્યા હતા. આ પરિસ્થિમાં ગુજરાત સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, રાજસ્થાન સરકાર દ્વારા શામળાજી મુકી ગયેલા તમામ લોકોને અરવલ્લીમાં રાખવામાં આવશે અને તેમને તમામ જીવન જરૂરિયાતની વસ્તુઓ આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp