ગુજરાતની આ સરકારી સ્કૂલમાં એડમીશન લેવા લાગે છે લાઇન

PC: news18.com

ઘણા લોકો દેખાદેખીમાં બાળકોને મોટી-મોટી ફીની વસુલાત કરતી ખાનગી શાળાઓમાં ભણવા માટે મોકલતા હોય છે. તેવા સમયે ગોંડલના ઘોઘાવદર ગામની સરકારી શાળામાં જોવા મળેલું દૃશ્ય ખાનગી શાળામાં બાળકોને ભણાવતા વાલીઓ માટે એક ઉદાહરણ રૂપ છે. ઘોઘાવદાર ગામના 35 જેટલા વાલીઓએ ગામની શાળામાં આપવામાં આવતા શિક્ષણ અને શિક્ષકોની ભણાવવાની રીતને જોઈએ પોતાના બાળકોને ખાનગી શાળામાંથી ઉઠાડીને સરકાર શાળામાં એડમીશન કરાવ્યું હતું. સરકારી શાળામાં બાળકોના એડમીશન માટે વાલીઓ લાઈન લગાવીને ઉભેલા જોવા મળ્યા હતા. ઘોઘાવદર ગામની પ્રાથમિક શાળાની સ્થાપના વર્ષ 1920માં ગોંડલના રાજા મહારાજ ભગવતસિંહજીએ કરી હતી. આજે આ શાળામાં ગામની ખાનગી શાળામાં અભ્યાસ કરતા 35 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓના એડમીશન તેમના વાલીઓએ કરાવ્યા હતા.

મહત્ત્વની વાત છે કે, વાલીઓને બાળકોને સરકાર શાળામાં અભ્યાસ કરાવવા રાજી કરવા માટે શિક્ષકોએ ખૂબ મહેનત કરી છે. શાળામાં શિક્ષકોએ આસપાસના વિસ્તારમાં સર્વેક્ષણ કરીને વાલીઓને બાળકોને સરકારી શાળામાં અભ્યાસ કરાવવા માટે સમજાવ્યા હતા. શિક્ષકોએ સર્વેક્ષણ કરેલી મહેનત રંગ લાવી હતી અને અનલોકના-1ના છેલ્લા દિવસે શાળામાં 35 જેટલા ધોરણ 1થી 8માં એડમીશન થયા હતા.

આ તમામ બાળકો ખાનગી શાળામાં અભ્યાસ કરતા હતા. બીજી મહત્ત્વની વાત એ છે કે, 3,000થી 3,500 લોકોની વસ્તી ધરાવતા ઘોઘાવદર ગામમાં 3 વ્યક્તિ CA, 3 વ્યક્તિઓએ PhD કર્યું છે, 9 વ્યક્તિઓ ડૉક્ટર થયા છે, 10 વ્યક્તિ એન્જિનીયર, 1 PSI, 1 સાંસદ અને 9 વ્યક્તિઓ વાયરલેસ પોલીસ ઇન્સ્પેકટર બન્યા છે. 3,500 વ્યક્તિઓની વસ્તી ધરાવતા ગામમાં આટલા વ્યક્તિઓની સિદ્ધિ જ ગામમાં શિક્ષણનું સ્તર કેટલું ઊંચું હશે તેનું ઉદાહરણ પૂરું પાડે છે.

બાળકોના એડમીશન કરાવવા માટે આવેલા વાલીઓએ જણાવ્યું હતું કે, અમે બાળકોને ખાનગી શાળાના બદલે સરકારી શાળામાં એટલા માટે અભ્યાસ કરાવવામાં માંગીએ છીએ કે, ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા શિક્ષકોની પાસેથી મળતું શિક્ષણ ખાનગી શાળાના શિક્ષણ કરતા ખૂબ જ ઉચ્ચ દરજ્જાનું જોવા મળ્યું છે. અહીની શાળાના શિક્ષકો બાળકોનું નિયમિત રીતે ફોલોઅપ લઇને બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં ખૂબ જ મહેનત કરે છે. શિક્ષકો મહેનત જોઈએ અમને અમારા બાળકોને ખાનગી શાળામાં ભણાવવાના નિર્ણયને બદલીને બાળકોને સરકારી શાળામાં અભ્યાસ માટે મૂક્યા છે. અમે એક વચને પણ બંધાયા છીએ કે, શાળામાંથી આપવામાં આવતું લેશન અમે બાળકોને રોજ ઘરે કરાવીશું અને બાળકોના ભવિષ્યના નિર્માણમાં મદદ કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp