કચ્છના એક ગામમાં બે પ્રેમીઓએ વેલેન્ટાઈન ડેના દિવસે કર્યો આપઘાત

PC: allindiaroundup.com

વેલેન્ટાઈન એટલે પ્રેમીઓનો દિવસ, આ દિવસે પ્રેમી પંખીડાઓ એક બીજાને ભેટ આપીને પ્રેમનો એકરાર કરે છે. પરતું વેલેન્ટાઈના દિવસે જ કચ્છના માંડવી તાલુકામાં એક પ્રેમી યુગલે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો. આ સમગ્ર ઘટનાની વાત કરવામ આવે તો માંડવી તાલુકાના બિદડા ગામમાં રહેતા 19 વર્ષના ફેનિલ સંઘારને બાજુના ગામમાંથી બિદડાગામની શાળામાં અભ્યાસ કરવા માટે આવતી 16 વર્ષની સગીરા સાથે ફેનિલની આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને વેલેન્ટાઈના દિવસે બંનેએ એક સાથે આપઘાત પણ કરી લીધો.

આ સમગ્ર ઘટનાં ક્રમ અંગે વાત કરવામાં આવે તો, વેલેન્ટાઈના દિવસે ફેનિલના ગામમાં સગા સંબંધીના ઘરે લગ્ન હોવાના કારણે ફેનિલના પરિવારજનો લગ્નમાં ગયા હતા. તે દરમિયાન ફેનીલની પ્રેમિકા તેના ઘરે આવી અને બંનેએ એકબીજાને ફૂલ આપીને વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી હતી, પરતું આ ઉજવાની થોડા સમયમાં મોતના માતમમાં પરિવર્તિત થઈ ગઈ.

બંને પ્રેમીઓને તેમના પ્રેમમાં તેમની જ્ઞાતિ અને સમાજ અવરોધ રૂપ બને તેવો ડર હતો. જેના કારણે બંનેએ આપઘાત કરવાનો નિર્ણય કરી લીધો હતો અને બંને પ્રેમીઓએ પોતાના હાથમાં બ્લેડમારી ત્યારબાદ જેરી દવા પીધી અને અંતે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો. જ્યારે ફેનિલના પરિવારજનો લગ્ન પ્રસંગેથી પરત ફર્યા હતા, ત્યારે તેમને આ ઘટનાની જાણ થઈ હતી અને પરિવારમ શોકનું મોજુ ફરી વળ્યું હતુ.

પરિવારજનોએ આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતો અને બન્ને આકસ્મિક મોતનો ગુનો દાખલ કરીને પ્રેમી યુગલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp