રાજકોટમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે ચોરોએ સોનીની દુકાનમાં ચોરી કરી

PC: dainikbhaskar.com

રાજ્યમાં કોરોના ગ્રસ્ત શહેરોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. હાલ રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 33 પર પહોંચી છે. જેમાં રાજકોટમાં પણ કોરોનાનો એક કેસ પોઝિટિવ આવ્યો હોવાથી રાજકોટ શહેરને લોકડાઉન કરવામાં આવ્યું છે.

લોકડાઉન હોવાના કારણે રાજકોટમાં જીવન જરુરિયાતની વસ્તુઓ મેડીકલ સેવા અને હોસ્પિટલો શરૂ રાખવામાં આવી છે અને રાજકોટ પોલીસ દ્વારા લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.

જે લોકો ઘરની બહાર કામ વગર નીકળી રહ્યા છે તે લોકોને પહેલા પોલીસ દ્વારા સમજાવવામાં આવ્યા હતા પરંતુ લોકો પોલીસના કુણા વલણથી ન સમજતા પોલીસે હવે લોકોને સમજાવવા માટે આકરું વલણ અપનાવ્યું છે. પોલીસના આ વલણના કારણે લોકો પોતાના ઘરની બહાર કામ વગર નથી નીકળી રહ્યા. લોકડાઉનની પરિસ્થિતિને કારણે શહેરમાં સુમસામ વાતાવરણ જોવા મળ્યું છે ત્યારે ચોર તસ્કરોને મોકળું મેદાન મળ્યું હોય તેવું લાગી રહ્યું છે.

રાજકોટ શહેરમાં આવેલી સોની બજારના જૂની ગાદીવાળા શેરીમાં બુલિયનના વેપારીની દુકાનમાં મોડી રાત્રે ત્રણ તસ્કરો ત્રાટકયા હતા તસ્કરોએ દુકાનનું શટર તોડીને દુકાનની અંદરથી 40 જેટલા ચાંદીના સિક્કાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

દુકાનમાં ચોરી થઇ હોવાની જાણ સોનીને થતા તેમને તાત્કાલિક રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસે દુકાનની આસપાસ લાગેલા CCTV કેમેરાના ફૂટેજના આધારે આગળની તપાસ શરૂ કરી છે ચોરી કરવા આવેલા ચોર તસ્કરો CCTV કેમેરામાં કેદ થઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp