સરકારે મદદ ન કરી તો ગામ લોકોએ અપનાવ્યો અનોખો રસ્તો

PC: darpandodiya.com

સરકાર ઘણા વિકાસના કામો કરવા માટે ગ્રાન્ટ ફાળવે છે પરંતુ આ ગ્રાન્ટ વિકાસના કાર્યોમાં વાપરવામાં આવતી નથી. તો બીજી તરફ મોરબીના પાજ ગામના લોકોએ સરકાર પાસેથી ગ્રાન્ટની અપેક્ષા છોડીને પોતાના ખર્ચે એક પુલ બનાવ્યો છે. ગામ લોકો દ્વારા 190 દિવસના નજીવા સમયમાં આધુનિક પુલનું નિર્માણ કાર્ય થયું છે.

વિસ્તારથી વાત કરવામાં આવે તો મોરબીના પાજ ગામના લોકોને વાંકાનેર જવું હોય ત્યારે મચ્છુ નદી પાર કરવી પડે છે અને આ નદી પાર કરવા માટે ગામના લોકોને 20 કિલોમીટર ફરવું પડતું હતું. આ સમસ્યાના નિવારણ માટે ગામ લોકોએ ગામ પાસેથી પસાર થતી મચ્છુ નદી પર એક પુલ બનાવવા માટે સરકારને વારંવાર રજૂઆત કરી હતી. ગામ લોકો 2008થી 2018 સુધી એટલેકે 12 વર્ષથી સરકારને પુલ બનાવવા માટેની રજૂઆત કરતા હતા. પરંતુ સરકારના કોઈ પણ અધિકારી કે કોઈ પણ નેતાઓ ગામ લોકોની આ સમસ્યાનો નિકાલ કરવા માટે આગળ આવ્યા નહીં. સરકારથી પરેશાન થયેલા પાજ ગામના લોકોએ ગામના તમામ ઘરમાંથી ફાળો એકઠો કરીને મચ્છુ નદી પર પુલ બનાવવાનું વિચાર્યું હતું.

ગામ લોકોએ ઘરદીઠ 15,000 રૂપિયાનો ફાળો એકઠો કર્યો હતો. પુલ બનાવવા માટે ઘટતી અન્ય રકમ વાંકાનેરના ઉદ્યોગકારો પાસેથી અને સમાજમાંથી ડોનેશન સ્વરૂપે મેળવીને 90 લાખ કરતા વધારે રકમ એકઠી કરી અને પુલ બનાવવા માટે 12 લોકોની એક કમિટી બનાવીને ગામમાંથી પસાર થતી મચ્છુ નદી પર અત્યાધુનિક પુલનું નિર્માણ કર્યું હતું. આ પુલ બનાવવા માટે પ્લાનિંગથી લઈને મજૂરીનું તમામ કામ ગામ લોકોએ જાતે જ કર્યું હતું. ગામ લોકોના અથાક પરિશ્રમના કારણે પાજ ગામથી વાંકાનેર જવા માટેનો પુલ 190 દિવસમાં તૈયાર થઈ ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp