2019 Ford Endeavour Facelift વર્ઝન, દેશની પહેલી 10-સ્પીડ ગિયરવાળી થશે લોન્ચ

PC: news18.com

ભારતીય ઓટોમોબાઈલ બજારમાં પોતાની એકથી એક ચડિયાતી કારો રજૂ કરનારી અમેરિકાની કંપની Ford પોતાની પ્રિમિયમ SUV Ford Endeavour નું નવું Facelift વર્ઝન લોન્ચ કરવા જઈ રહી છે. મળતી માહિતી અનુસાર, કંપની પોતાની નવી Ford Endeavourને આગામી 22 ફેબ્રુઆરી સુધી લોન્ચ કરશે. સૌથી ખાસ વાત એ છે કે, કંપનીએ આ SUVનું બુકિંગ પણ શરૂ કરી દીધુ છે. તેને માટે તમારે 1 લાખ રૂપિયા જમા કરાવવા પડશે. તેમજ ડીલર્સ Ford Endeavour Faceliftની ડિલિવરી આધિકારિક લોન્ચિંગ બાદ શરૂ કરી દેશે.

નવી Ford Endeavour Faceliftમાં કેપની નવા આકર્ષક ફ્રન્ટ બમ્ફર, ગ્રીલ અને આકર્ષક હેડલાઈટ્નો પ્રયોગ કરી રહી છે. આ ઉપરાંત, કંપની તેમાં નવા અને 18 ઈંચના ડાયમંડ કટ એલોય વ્હિલ પણ આપી રહી છે. તેમજ SUVના સાઈડ પ્રોફાઈલને વધુ દમદાર લુક આપવામાં આવ્યો છે. Fordએ નવી Endeavourના એક્સટીરિયરની સાથોસાથ ઈન્ટીરિયરમાં પણ ખાસ બદલાવ કર્યો છે. Ford Endeavourના ઈન્ટીરિયરમાં સોફ્ટ ટચવાળા મટીરિયલમાંથી બનેલી સીટ, આકર્ષક ડેશબોર્ડ, બેકલિટ બટન અને કેટલીક જગ્યાઓએ ક્રોમનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જોકે, તેના ઈન્ફોટેન્મેન્ટ સિસ્ટમના આકારમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. પરંતુ તેમાં નવી Ford સિંક 3 ઈન્ટરફેસ સિસ્ટર સામેલ કરવામાં આવી છે, જેને તમે એન્ડ્રોઈડ ઓટો અને એપલ કાર પ્લે સાથે કનેક્ટ કરી શકો છો.

નવી Ford Endeavourના પાછળના દરવાજાને તમે બટન વડે ખોલી અને બંધ કરી શકો છો. તેમાં હેન્ડ્સ ફ્રી ટેલ ગેટ સિસ્ટમ લગાવવામાં આવ્યુ છે. આ ઉપરાંત, કંપનીએ તેમાં ઓટોનોમસ ઈમરજન્સી બ્રેકિંગ, પેડેસ્ટ્રીયન ડિટેક્શનસ સેફ્ટી એરબેગ અને અન્ય સુરક્ષા પ્રણાલીઓનો પ્રયોગ કર્યો છે. જોકે, નવી Ford Endeavourના એન્જિન અંગે હજુ આધિકારિકરીતે કોઈ જાણકારી આપવામાં આવી નથી. પરંતુ, આશા છે કે, કંપની તેમાં જુના એન્જિનનો જ ઉપયોગ કરશે. આ ઉપરાંત, એવા પણ સમાચાર છે કે, Ford પોતાના ગ્લોબલ મોડલની જેમ ભારતીય બજારમાં રજૂ થનારી નવી Endeavourમાં 2.0 લીટર ઈકોબ્લૂ ડિઝલ એન્જિન આપી શકે છે. જેમાં 10 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સનો પ્રયોગ કરવામાં આવી શકે છે. નવી Ford Endeavourની કિંમત અંગે હજુ સુધી કોઈ જાણકારી આપવામાં આવી નથી, પરંતુ એવુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે, તેની કિંમત 28 લાખ રૂપિયાથી લઈને 24 લાખ રૂપિયાની વચ્ચે હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp