2019 Ford Figo પરથી ઉંચકાયો પડદો, જાણો તેના ફીચર્સ

PC: cardekho.com

2019 Ford Figo ભારતમાં લોન્ચિંગ માટે તૈયાર છે. Ford India પોતાની આ કારને 15 માર્ચે ભારતીય બજારમાં લોન્ચ કરશે. જોકે, કંપનીએ લોન્ચ પહેલા જ કાર પરથી પડદો હટાવી લીધો છે. Fordની વેબસાઈટ પર 2019 Ford Figoના આધિકારિક ફોટા જોવા મળી રહ્યા છે. જુના મોડલની સરખામણીમાં  2019 Ford Figoમાં ઘણા મોટા બદલાવો કરવામાં આવ્યા છે. જેમાં કોસ્મેટિક બદલાવની સાથે નવા એન્જિનનો વિકલ્પ પણ સામેલ છે. આ કારના લોન્ચને લઈને એક રસપ્રદ વાત એ છે કે, કંપની તેને Tinder એપ પર લોન્ચ કરશે. માનવામાં આવી રહ્યુ છે કે તેના દ્વારા કંપની યુવાનોને ટાર્ગેટ કરવા માંગે છે.

Ford Figo Faceliftમાં નવા ફ્રન્ટ અને રિયર બમ્પર આપવામાં આવશે. તેની સાથે જ તેમાં ક્રોમ-ફિનિશિંગ હનીકૉમ્બ ગ્રિલ અને નવી હેડલાઈટ્સ પણ આપવામાં આવશે. નવી Ford Figoમાં 15 ઈંચના એલોય વ્હીલ્સ આપવામાં આવશે. મળતી માહિતી અનુસાર, Ford Figo Facelift ભારતીય બજારમાં Ambiente, Titanium અને Titanium BLUમાં લોન્ચ કરાશે.

Titanium BLUનો લુક સ્પોર્ટી હશે અને તે આ કારનું ટોપ-એન્ડ મોડલ હશે. 2019 Ford Figoમાં નવા ડેશબોર્ડ અને ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ જોવા મળશે. આ ઉપરાંત, તેમાં પુશ-બટન સ્ટાર્ટ, ઓટોમેટિક હેડલેમ્પ્સ, કીલેસ એન્ટ્રીની સાથે રેન સેન્સિંગ વાઈપર જેવા ફીચર્સ સામેલ હશે.

2019 Ford Figoમાં ABS, રિયર પાર્કિંગ સેન્સર, સીટ બેલ્ટ રિમાઈન્ડર અને સ્પીડ એલર્ટ સિસ્ટમ જેવા ફીચર્સ સ્ટાન્ડર્ડ મળી શકે છે.

પેટ્રોલ વેરિયન્ટ- મળતી માહિતી અનુસાર, 2019 Ford Figoના એન્જિનમાં બદલાવ જોવા મળશે. તેમાં 1.2-લીટર અને 1.5-લીટરનું પેટ્રોલ એન્જિન આપવામાં આવશે. 1.2 લીટરનું પેટ્રોલ એન્જિન 96hpનો મેક્સિમમ પાવર જનરેટ કરશે. તેનું એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનથી લેસ હશે. તેમજ 1.5-લીટરનું પેટ્રોલ એન્જિન 123hpનો પાવર જનરેટ કરશે. તેનું એન્જિન 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સથી લેસ હશે.

ડિઝલ વેરિયન્ટ- 2019 Ford Figo Faceliftમાં 1.5-લીટરવાળું એન્જિન રહેશે. તેનું એન્જિન 100hpનો મેક્સિમમ પાવર અને 215Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. તેમાં 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન મળશે. 2019 Ford Figo Faceliftની ટક્કર ભારતીય બજારમાં Maruti Suzuki Swift અને Hyundai Grand i10 સાથે થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp