1.74 કરોડની કાર ભારતમાં લોન્ચ

PC: pinimg.com

લક્ઝરી કાર નિર્માતા કંપની Maseraliએ ભારતમાં નવી Quattropote લોન્ચ કરી છે. 2019 Maserati Quattropote બે વર્ઝનમાં બજારમાં ઉતારવામાં આવી છે. તેના GranLusso વેરિયન્ટની કિંમત 1.74 કરોડ અને Gransport વેરિયન્ટની કિંમત 1.79 કરોડ રૂપિયા છે. નવી Maserati Quattropoteને નવા કલર અને નવા એલોય વ્હિલ ડિઝાઈનની સાથે રજૂ કરવામાં આવી છે. આ લક્ઝરી કારના ઈન્ટીરિયરમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે.

Maserati Quattropote 3.0-લીટર, V6 ટર્બો ડીઝલ એન્જિન આપવામાં આવ્યુ છે. આ એન્જિન 275bhpનો પાવર અને 600Nm પીક ટોર્ક જનરેટ કરે છે. એન્જિનને 8-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનથી લેસ કરવામાં આવી છે. તેના એક્ઝોસ્ટ સિસ્ટમમાં એક્ટિવ સાઉન્ડ ટેકનોલોજી મળે છે, જે એક્ઝોસ્ટ નોટને વધુ સ્પોર્ટી બનાવે છે.

સ્ટાઈલિંગની વાત કરીએ તો નવી Maserati Quattropoteમાં આપવામાં આવેલી ગ્રિલ જુના મોડલ કરતા મોટી છે. આ કાર નવા કલર ઓપ્શનમાં આવી છે અને 10 શેડ્સમાં ઉપલબ્ધ છે. આ લક્ઝરી કારમાં એલોય વ્હીલ ડિઝાઈનના પણ ઘણા ઓપ્શન થે, જે 20 ઈંચ અથવા 21-ઈંચ સાઈઝના છે. કારની અંદર નવા ગિયરશિફ્ટ લીટર આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, કેબિનમાં અપડેટેડ ડિસ્પ્લે ગ્રાફિક્સની સાથે નવી MTC+ ઈન્ફોટનમેન્ટ સિસ્ટમ અને ક્લાઈમેટ કંટ્રોલ સિસ્ટમ આપવામાં આવી છે.

નવી Maserati Quattropoteમાં હાર્મન કાર્ડન પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યુ છે. ખરીદનાર ઈચ્છે તો તેને Bowers & Wilkins સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમમાં અપગ્રેડ કરાવી શકે છે. સ્ટાન્ડર્ડ ઓડિયો સિસ્ટમમાં 15 સ્પીકર છે. Maseratiએ જણાવ્યુ હતુ કે, ભારતમાં પહેલી નવી Maserati Quattropote દિલ્હીમાં વેચાય છે. દેશમાં કંપનીની ડિલરશિપથી આ લક્ઝરી કાર ઓર્ડર કરી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp