ભારતમાં Panoramic Sunroofની સાથે 5 સૌથી સસ્તી કારો

PC: indianautosblog.com

એક સમય એવો પણ હતો જ્યારે સનરૂફ માત્ર લગ્ઝરી અને મોંઘી કારોમાં જોવા મળતું. પણ સમયની સાથે ઓટો કંપનીઓ હવે તેનો ઉપયોગ ઓછી કિંમતની કારોમાં પણ કરવા લાગી છે. તેની પાછળનું કારણ એ છે કે ગ્રાહકોને આ ફીચર ખૂબ પસંદ આવે છે. હવે એવું લાગી રહ્યું છે કે કાર ખરીદતા સમયે સનરૂફ એક જરૂરી ફીચર બની ગયું છે. પણ મોટા પેનોરમિક સનરૂફ હજુ પણ મોટા પ્રમાણમાં હાઇ એન્ડ કારોમાં મળે છે. પણ અમે તમને જણાવી રહ્યા છે ભારતની 5 એવી કારો વિશે, જેમાં સનરૂફ છે અને તે ગ્રાહકોના બજેટમાં છે.

Hyundai Creta

આ કારની કિંમત 9.99 લાખ રૂપિયાથી લઇને 17.2 લાખ રૂપિયાની વચ્ચે છે. આ કારના SX વેરિઅન્ટથી સનરૂફ મળવાનું શરૂ થાય છે. સનરૂફની સાથે આ કારના સૌથી સસ્તા વેરિઅન્ટની કિંમત 13.46 લાખ રૂપિયા છે. ક્રેટા ઘણી અન્ય નવી સુવિધાઓથી પણ સજ્જ છે.

MG Hector

ગયા વર્ષે ભારતમાં લોન્ચ થયેલી એમજી હેક્ટર પેનોરમિક સનરૂફની સાથે પોકેટ ફ્રેન્ડલી કાર બની ગઇ છે અને આ કાર તેના સેગમેન્ટમાં એકમાત્ર એવી કાર છે, જે ઘણાં ફીચર્સથી સજ્જ છે. સનરૂફની સુવિધા માત્ર ટોપ એન્ડ શાર્પ ટ્રિમ્સની સાથે છે. જેની કિંમત 16.63 લાખ રૂપિયા છે. તેનાથી વિપરીત હેક્ટરની કિંમત 12.83 લાખ રૂપિયાથી લઇ 17.72 લાખ રૂપિયાની વચ્ચે છે.

Tata Harrier

ટાટા હેરિયરને આ વર્ષની શરૂઆતમાં અમુક નવા ફીચર્સની સાથે અને અપડેટેડ પાવરટ્રેનની સાથે લોન્ચ કરવામાં આવી હતી. આ મિડ સાઇઝ એસયૂવીને અપગ્રેડની સાથે સનરૂફ પણ મળ્યું છે. હાલમાં આ કારની કિંમત 13.69 લાખ રૂપિયાથી 20.25 લાખ રૂપિયાની વચ્ચે છે. જ્યારે પૈનોરમિક સનરૂફ એક્સઝેડ+ વેરિઅન્ટની કિંમત 18.75 લાખ રૂપિયા છે.

Volkswagen T Roc

ભારતમાં આ કંપનીની એન્ટ્રી લેવલની એસયૂવી છે અને તે ઘણાં પ્રીમિયમથી સજ્જ છે. જેની કિંમત 19.99 લાખ રૂપિયા છે. ભારતમાં T-Rocને સીબીયૂ રૂટના માધ્યમથી લાવવામાં આવે છે અને ફીચર્સમાં તેમાં પેનોરમિક સનરૂફ, ડ્યુઅલ ઝોન ક્લાઇમેટ કન્ટ્રોલ, 8 ઇંચ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે.

Jeep Compass

ભારતમાં આ સેગમેન્ટમાં જીપ કમ્પાસ પહેલી એવી કાર હતી, જેની સાથે સનરૂફને રજૂ કરવામાં આવ્યું. કંપનીએ 2018માં ટોપ ઓફ ધ લાઇન લિમિટેડ પ્લસ વેરિઅન્ટ લોન્ચ કર્યું હતું. જેની કિંમત હવે 21.92 લાખ રૂપિયા છે. કમ્પાસના પેટ્રોલ વેરિઅન્ટની કિંમત 16.49-24.99 લાખ રૂપિયાની વચ્ચે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp