બેન થયેલી 59 ચાઈનીઝ એપ્સ ક્યારે પ્લે સ્ટોરથી હટશે, લોકો પૂછી રહ્યા છે આ સવાલો

PC: thequint.com

ભારત સરકારે 59 ચાઈનીઝ એપ્સને બેન કરવાની જાહેરાત કરી છે. શું આ એપ્સ હવે તમારા સ્માર્ટફોનમાં કામ કરવાનું બંધ કરી દેશે?

જવાબ છે- અત્યાર માટે બંધ થશે નહીં. એપ બેન અને બ્લોક બે બાબતો છે. જેને પહેલા સમજવાનું રહેશે. આ પહેલા પણ ચીની એપ્સને ભારતમાં બેન કરવામાં આવી છે.

હજુ પણ પ્લે સ્ટોર/એપ સ્ટોર પર શા માટે એપ્સ દખાઇ રહી છે?

ખબર લખવા સુધીમાં Android ના ગૂગલ પ્લે સ્ટોર અને Appleના એપ સ્ટોર પર આ દરેક 59 ચાઈનીઝ એપ્સ લાઇવ છે. મતલબ કે હજુ પણ યૂઝર્સ તેને ડાઉનલોડ કરી શકે છે. જે લોકો આ એપ્સ યૂઝ કરે છે, તેમની પાસે આ એપ્સ કામ પણ કરી રહી છે.

સરકારની રિક્વેસ્ટ પછી કંપનીઓ અમુક સમય લે છે અને ત્યાર પછી તેને એપ પ્લેટફોર્મથી હટાવવામાં આવે છે.

સોશિયલ મીડિયા પર લોકો સતત આ સવાલ પૂછી રહ્યા છે કે આ કઈ રીતનું બેન છે. કારણ કે એપ તો હજુ પણ કામ કરી રહ્યા છે અને તે હજુ પણ પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાં ડાઉનલોડ માટે અવેલેબલ છે તો પછી તેને બેન કઈ રીતે કહેવામાં આવે.

એપ બેન કરવાની સ્થિતિમાં સામાન્ય રીતે સરકાર તરફથી ગૂગલ અને એપલને પોતાના ભારતીય એપ સ્ટોરથી આ એપ્સને હટાવવા માટે કહેવામાં આવે છે. જેમાં થોડો સમય લાગે છે.

TikTok એપ યૂઝર્સ અને કોન્ટેંટનું શું થશે

એક મોટો પ્રશ્ન કોન્ટેંટને લઈને પણ છે. ભારતમાં ટિકટૉકના કરોડો યૂઝર્સ છે. એવામાં ટિકટૉકના વીડિયો ક્યાં જશે. યૂઝર્સ ટિકટૉક પર કોન્ટેંટથી પૈસા પણ કમાઇ છે તે યૂઝર્સના ડેટા ક્યાં જશે?

જે સ્માર્ટફોન સૂઝર્સ પાસે ટિકટૉક પહેલાથી જ ઈનસ્ટોલ છે, શું તેઓ આ એપને યૂઝ કરી શકશે?

ઉલ્લેખનીય છે કે, ભારતમાં પહેલા પણ ચાઇનીઝ એપ્સને બેન કરવામાં આવી છે. જેમાં ટિકટૉક પણ છે. ત્યાર પણ બેન કર્યા પછી તેને ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોરથી હટાવી દેવામાં આવી હતી. મતલબ કે કોઈ નવો યૂઝર તેને ઈન્સ્ટોલ કરી શકે નહીં. જો આ વખતે પણ સરકાર છેલ્લી વારની જેમ બેન લગાવે છે તો તમારા સ્માર્ટફોનની એપ કામ કરતી રહેશે. કોન્ટેંટ પણ અપલોડ કરી શકાશે. પણ નવો યૂઝર ડાઉનલોડ કરી શકશે નહીં. પાછલી વાર એ પણ જોવામાં આવ્યું હતું કે ટિકટૉક એપને લોકો એકબીજાની સાથે મોબાઈલ પર શેર કરવા લાગ્યા.

હવે જો ટિકટૉકને છોડી અન્ય ચાઈનીઝ એપ્સની વાત કરીએ તો કદાચ આ એપ્સની સાથે પણ આ પ્રકારના જ નિયમ લાગૂ રહેશે. સરકાર તેને  ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોરથી હટાવી દેવા માટે કહેશે. પ્લે સ્ટોર અને એપ સ્ટોરથી હટાવી દીધા પછી આ એપ કામ કરતા રહેશે.

સંપૂર્ણ રીતે બેન થવા પર એપ્સ યૂઝ નહીં કરી શકાશે?

ના. જો સરકાર ઇચ્છે તો આ દરેક 59 એપ્સને સંપૂર્ણ રીતે બ્લોક કરી શકે છે. તેના સાથે જ સરકારે આઈપી એડ્રેસની મદદ લઇ શકે છે. એવું કરવાથી યૂઝર આ એપ્સનો ઉપયોગ કરી શકશે નહીં. જોકે, આ બધું થવા છતાં ઘણી રીતો છે જેના દ્વારા આ એપ્સ યૂઝ કરી શકાય છે, જે ટ્રિકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp