ચોરી છુપી રામ મંદિરમાં ચશ્માથી ફોટા પડતો શખ્સ ઝડપાયો, જાણો આ ચશ્મા વિશે
અયોધ્યામાં રામ મંદિરમાં એક વ્યક્તિ ચશ્મા દ્વારા ગુપ્ત રીતે તસવીરો ખેંચતો ઝડપાયો હતો. તે મંદિર પરિસરની તસવીરો ક્લિક કરી રહ્યો હતો. તે જે ઉપકરણથી ફોટો ક્લિક કરી રહ્યો હતો તે એક સ્માર્ટ ગ્લાસ હતો. એ ચશ્મામાં બે કેમેરા લગાવેલા હતા. જ્યારે તે ગુપ્ત રીતે જગ્યાની તસવીરો ક્લિક કરી રહ્યો હતો, ત્યારે પોલીસકર્મીઓની તેના પર નજર પડી અને તેને પકડી લેવામાં આવ્યો. આશ્ચર્યની વાત એ છે કે, તેણે મંદિર પરિસરના તમામ ચેકપોઈન્ટ પાર કર્યા અને તસવીરો ક્લિક કરવાનું શરૂ કર્યું. પોલીસે તેને પકડીને ગુપ્તચર એજન્સીને સોંપી દીધો હતો. હવે ગુપ્તચર એજન્સીઓ તેની પૂછપરછ કરી રહી છે. તો ચાલો જાણીએ આ સ્માર્ટ ગ્લાસ શું છે અને તેની કિંમત શું છે….
વ્યક્તિ જે ચશ્માથી ફોટો ક્લિક કરી રહ્યો હતો તેની તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે. ચશ્માના ડાબા કાચના ખૂણામાં મેટાની નિશાની અને રે બન દેખાય છે. અહીં તમને જણાવી દઈએ કે, Ray Banએ Meta સાથે મળીને આ ગ્લાસ તૈયાર કર્યો છે, જેનું નામ Ray-Ban Meta Wayfarer છે. આ સ્માર્ટ ગ્લાસ અમેરિકા સહિત ઘણા દેશોમાં વેચાઈ રહ્યો છે.
મેટા અને રે-બન દ્વારા સંયુક્ત રીતે બનાવેલા સ્માર્ટ ચશ્મા હવે વધુ સ્માર્ટ બની ગયા છે. આ ચશ્મામાં હવે વીડિયો કોલિંગની સુવિધા છે. તેમાં બિલ્ટ ઇન કેમેરા છે, જેની મદદથી તમે ફોટો અને વીડિયો પણ રેકોર્ડ કરી શકો છો. તેમાં 12MP અલ્ટ્રા-વાઇડ કેમેરા છે, જે ઉચ્ચ ગુણવત્તાવાળા ફોટા અને વીડિયો શૂટ કરી શકે છે. આના દ્વારા વીડિયો કોલ પણ કરી શકાય છે.
Ray-Ban Meta Wayfarer ભારતમાં વેચાઈ રહ્યું નથી. પરંતુ અમેરિકામાં તેની સારી માંગ છે. તે મેટાની સત્તાવાર વેબસાઇટ પરથી ખરીદી શકાય છે. અમેરિકામાં તેની કિંમત 299 ડૉલર (લગભગ 25,620 રૂપિયા) છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોશિયલ મીડિયા પર આ સમાચાર પર લોકો અલગ-અલગ પ્રકારની કોમેન્ટ્સ આપી રહ્યા છે, એક વ્યક્તિએ લખ્યું છે કે, મંદિરની તસવીરો યુટ્યુબ અને સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે પરંતુ સામાન્ય વ્યક્તિ જે દર્શન માટે જાય છે, તે સંભારણું તરીકે તસવીરો લઈ શકતા નથી, જોકે અન્ય યુઝર્સનું કહેવું છે કે, સુરક્ષાના કારણોસર મંદિરની અંદર તસવીરો ખેંચવી યોગ્ય નથી. આ સમાચાર પર તમારો શું અભિપ્રાય છે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp