હવે કોઈ બીજાના લીવરની જરૂર નથી, વૈજ્ઞાનિકોએ લેબમાં તૈયાર કર્યું લીવર

PC: medicalxpress.com

હવે એ લોકોને મુશ્કેલી નહીં પડશે જેમનું લીવર ખરાબ થઈ જાય છે. વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં લીવર બનાવવાની ટેકનિક વિકસિત કરી લીધી છે. બ્રાઝીલની સાઓ પાઉલો યુનિવર્સિટીના ઈન્સ્ટીટ્યૂટ ઓફ બાયોસાયન્સના હ્યુમન જીનોમ એન્ડ સ્ટેમ સેલ રિસર્ચ સેન્ટરે આ ટેકનિક વિકસિત કરી છે. હવે સાયન્ટિસ્ટ લીવરનું ફરીવાર નિર્માણ, સારવાર અને ઉત્પાદન લેબમાં કરી શકે છે. વૈજ્ઞાનિકોએ ઉંદરના લીવરને લેબમાં બનાવ્યું છે. હવે વૈજ્ઞાનિક આ ટેકનિકને વધુ અત્યાધુનિક તેમજ સચોટ બનાવીને માણસ માટે લીવરનું નિર્માણ કરવાની પ્રક્રિયામાં લાગી ગયું છે. વૈજ્ઞાનિકોને આશા છે કે તેઓ લેબમાં લીવર બનાવીને દુનિયાની એક મોટી સમસ્યાનું નિદાન કરવામાં 100 ટકા સફળ થશે. જો આ સફળતા મળશે તો પ્રયોગશાળામાં વિકસિત લીવરનું પ્રત્યારોપણ કરવામાં આવશે.

લેબમાં વિકસિત ઉંદરના લીવરની સ્ટડીને મટિરિયલ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરીંગઃ સી (Materials Science and Engineering: C)માં પ્રકાશિત કરવામાં આવી છે. આ સ્ટડીને કરનારા પ્રમુખ વૈજ્ઞાનિક લુઈસ કાર્લોઝ ડી કેયર્સ જુનિયરે કહ્યું કે, અમે માણસોના પ્રત્યારોપિત કરવા લાયક લીવરનું લેબમાં મોટા પાયા પર ઉત્પાદન કરવા માગીએ છીએ. લુઈસે કહ્યું કે, તેને કારણે એ લોકોને સૌથી વધુ ફાયદો થશે જેમને લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે ઉપયુક્ત ડોનર અને ઘણા પ્રકારની મેડિકો- લીગલ મામલાને લઈને રાહ જોવી પડે છે. અમે હાલ એ વાતના પ્રયાસમાં છીએ કે લેબમાં એવું લીવર બનાવવામાં આવે, જે માણસોના શરીર અનુસાર ઢળી જાય. તેને કોઈપણ માણસનું શરીર રિજેક્ટ ના કરે.

લુઈસે કહ્યું કે, આવા લીવર બનાવવા માટે ડીસલ્યૂલાઈઝેશન એટલે કે બાયોમેડિકલ એન્જિનિયરીંગથી એક્સ્ટ્રાસેલ્યૂલર મેટ્રિક્સને અલગ કરવાનું છે. ત્યારબાદ જે દર્દી માટે લીવર બનાવવાનું છે, તેમના અનુસાર રીસેલ્યૂલાઈઝેશન એટલે કે એક્સ્ટ્રાસેલ્યૂલર મેટ્રિક્સને ઉપયુક્ત બનાવવાનું છે. લુઈસે કહ્યું કે, આ પ્રક્રિયામાં અમે લેબની અંદર માણસોના લીવરને વિવિધ પ્રકારના મેડિકલ ડિટરજન્ટ અને એન્જાઈમથી ધોઈએ છીએ. તેને કારણે તમામ એકસ્ટ્રાસેલ્યૂલર મેટ્રિક્સ અલગ થઈ જાય છે. પરંતુ તેનો આકાર એવો જ રહે છે, જેવો તે દર્દીના શરીરમાં હોવો જોઈએ. ત્યારબાદ આ મેટ્રિક્સને દર્દીની કોશિકાઓ સાથે જોડવામાં આવે છે.

આને કારણે ફાયદો એ થશે કે દર્દીની કોશિકાઓ સાથે જોડાયા બાદ મેટ્રિક્સ માણસોના શરીરની પ્રતિરોધક ક્ષમતા અનુસાર ઢળી જાય છે. એટલે કે જ્યારે પ્રયોગશાળામાં બનેલું લીવર દર્દીના શરીરમાં લગાવવામાં આવે છે, તો શરીર તેને સરળતાથી અપનાવી લે છે. તેને રિજેક્ટ નથી કરતું. એટલે કે તમારા શરીરમાં લેબમાં બનેલું લીવર ભલે લાગે, પરંતુ તે કામ એકદમ અસલી લીવરની જેમ જ કરે છે. લુઈસે કહ્યું કે, અંગ પ્રત્યારોપણ માટે ઘણા દેશોમાં મેડિકો- લીગર પ્રક્રિયા એટલી જટિલ છે કે દર્દીઓએ ઘણા દિવસો સુધી વેઈટિંગ લિસ્ટમાં રહેવું પડે છે. ઉપયુક્ત લીવરનું મળવું, લીવર ડોનેટ કરનારા અને દર્દીઓના પરિવારજનોનું એકબીજા સાથે તાલમેળ જરૂરી હોય છે. સાથે જ દર્દીના શરીરમાં ડોનરના લીવરનું સામંજસ્ય પણ જરૂરી છે. આ તમામ પ્રક્રિયાઓનો સમય લેબનું લીવર બચાવી લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp