સોશિયલ મીડિયા પર ફરી ચાલ્યો જીવલેણ ચેલેન્જનો ટ્રેન્ડ, બેભાન થઈ રહ્યા છે બાળકો

PC: digit.in

આમ તો સોશિયલ મીડિયા પર દરરોજ કોઈક નવી ચેલેન્જ ટ્રેન્ડ કરતી રહે છે, પરંતુ ઘણીવાર તે જીવલેણ બની જતી હોય છે. આવી જ એક જીવલેણ ચેલેન્જ હાલ બાળકોને ગંભીરરીતે ઈજાગ્રસ્ત કરી રહી છે, સાથે જ ઘણીવાર તેને કારણે બાળકો બેભાન પણ થઈ જાય છે. જણાવી દઈએ કે, આ એક TikTok ચેલેન્જ છે, જેનું નામ Skull breaker Challenge છે. તેના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં બે લોકો મળીને ત્રીજા વ્યક્તિને નીચે પાડે છે, જેને કારણે ક્યાં તો તેમના હાડકાં તૂટી જાય છે અથવા તે વ્યક્તિ બેભાન થઈ જાય છે.

આ ચેલેન્જ સાથે સંકળાયેલા વીડિયો જોશો તો તેમને ખ્યાલ આવશે કે, એક લાઈનમાં ત્રણ લોકો ઊભા રહે છે. પછી પહેલો અને ત્રીજો વ્યક્તિ જમ્પ કરે છે અને પછી વચ્ચે ઊભો રહેલો વ્યક્તિ જમ્પ કરે ત્યારે બાકીના બંને લોકો તેને એ રીતે મારે છે જેને કારણે તે વ્યક્તિ પડી જાય છે અને બેહોશ થઈ જાય છે. ઘણીવાર આ ચેલેન્જના કારણે લોકોના હાડકાં તૂટી જાય છે. બાળકોને આ ચેલેન્જના કારણે ગંભીર ઈજાઓ પહોંચવાના સમાચારો આવી રહ્યા છો. જેને લઈ માતા-પિતાઓમાં પોતાના બાળકોને લઈ ચિંતા જોવા મળી રહી છે. ચિંતિત લોકો આને લઈ સોશિયલ મીડિયા પર આવી ખતરનાક ચેલેન્જ ન કરવાની સલાહ આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ આ પ્રકારની ઘણી ચેલેન્જ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી. જેમાં ચાલુ ગાડીમાંથી ઉતરીને ડાન્સ કરવાવાળી એક ચેલેન્જ ખૂબ જ ટ્રેન્ડ થઈ હતી. આ ચેલેન્જમાં પણ ઘણા લોકોને ગંભીર ઈજાઓ પહોંચવાના સમાચારો આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp