નવા નિયમો માટે તૈયાર થઇ જાવ, હેલમેટ ન પહેર્યું તો આટલા રૂપિયાનો દંડ

PC: forbes.com

કેન્દ્રની કેબિનેટે સોમવારે મોટર વ્હીકલ (સંશોધિત) બિલને મંજૂરી આપી દેવાની માહિતી એજન્સી સૂત્રોએ આપી છે. આ બિલમાં નિયમ તોડવા પર 1 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઇ છે. ખાસ કરીને હેલમેટ નહીં પહેરવા કે સીટ બેલ્ટ નહીં બાંધવા પર રૂ. 1000 સુધીનો દંડ થઇ શકે છે. 3 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરવાનો પણ પ્રસ્તાવ છે. ઇમરજંસી વાહનોને રસ્તો નહીં આપવા કે યોગ્યતા ન હોવા છતાં ડ્રાઇવિંગ કરવા પર રૂ. 10,000 સુધીનો દંડ થઇ શકે. ઓવર સ્પીડ પર રૂ. 1000થી 2000ના દંડનો પ્રસ્તાવ છે. ડ્રાઇવિંગ લાયસન્સના નિયમો તોડવા પર કેબ ચાલકોને રૂ. 1 લાખ સુધીની પેનલ્ટી, ઓવરલોડિંગ પર રૂ. 20 હજાર સુધીના દંડની જોગવાઇ છે. પરિવહન મંત્રી નીતિન ગડકરી અગાઉ કહી ચૂક્યા છે કે આ સંશોધિત બિલને આ સત્રમાં જ સંસદમાં મૂકવામાં આવશે.

સગીર પકડાય તો વાલી દોષિત 

સગીર ગાડી ચલાવતા પકડાય તો વાલીને દોષિત ગણાશે અને ગાડીનું રજિસ્ટ્રેશન રદ થશે. આ બદલ રૂ. 25000નો દંડ અને 3 વર્ષની કેદની જોગવાઇ પણ છે. ઇન્શ્યોરન્સ વગર ડ્રાઇવિંગ કરતા પકડાય તો રૂ. 2000 નો દંડ થશે. ટ્રાફિકના નિયમો હાલ તોડો તો રૂ. 100ની પેનલ્ટી લાગે છે પરંતુ હવેથી તે 500 રૂપિયા થશે. આ ઉપરાંત ઓથોરિટીનો આદેશ નહીં માનવા પર હાલ જે રૂ.500નો દંડ છે તે વધીને રૂ. 2000 કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ બિલ લોકસભાએ પાસ કરી રાજ્યસભાને મોકલ્યું હતું પરંતુ તે પાસ થયું ન હતું. હવે તેને સંશોધિત કરીને ફરીથી રજૂ કરવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp