Appleએ લોન્ચ કરી પોતાની સસ્તી સ્માર્ટવોચ, જાણો કિંમત અને ફીચર્સ વિશે

PC: livemint.com

Appleએ પોતાના ઇવેન્ટમાં અફોર્ડેબલ વોચ લોન્ચ કરી દીધી છે. કોરોના વાયરસના કારણે આ વર્ષે કંપનીએ પોતાની ઇવેન્ટ ઓનલાઇન ઓર્ગેનાઈઝ કરી હતી. કંપનીના CEO ટીમ કૂકે Appleના હેડક્વાટર્સ એપલ પાર્કમાં વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફ્રન્સમાં આ વોચ લોન્ચ કરી છે. ઇવેન્ટની શરૂઆતમાં કૂકે કહ્યું કે આ વખતે કંપની એપલ વોચ અને આઇપેડ પર વધારે ફોકસ કરશે જેનાથી સ્પષ્ટ થઈ ગયું કે કંપની IPhone 12ને બીજી કોઈ ઇવેન્ટમાં લોન્ચ કરશે.

આ ઇવેન્ટમાં કંપનીએ Apple Watch Series 6 લોન્ચ કરી છે. એપલની આ વોચ બ્લડ ઓક્સિજન લેવલ પણ માપી શકે છે. ઓક્સિજન લેવલ માપવાથી એ સ્પષ્ટ થાય છે કે તમારું કાર્ડિયોવેસ્કુલર સિસ્ટમ બરાબર કામ કરે છે કે નહીં. એટલે જો તમે Apple Watch Series 6નો ઉપયોગ કરતા હોવ તો તમારે અલગથી પલ્સ ઓક્સિમીટરનો ઉપયોગ કરવો કરવો પડશે નહીં.

એપલની આ વોચ નવા વોચ ફેસ અને મેમોજી ફેસ સાથે આવે છે. નવી વોચનું ઓલ્વેઝ ઓન ડિસ્પ્લે પહેલાની વોચની અપેક્ષાએ વધુ બ્રાઇટ છે. આ વોચની શરૂઆતની કિંમત 399 ડોલર એટલેકે 29,368 રૂપિયાની આસપાસ છે.

કંપનીએ પોતાની અફોર્ડેબલ વોચ સીરિઝ એપલ વોચ SE પણ લોન્ચ કરી દીધી છે. એપલ વોચ સીરિઝ 3 ખૂબ પોપ્યુલર થઈ હતી. આ એપલ વોચ SE તેનું જ અપગ્રેડ મોડલ છે. એપલ વોચ સીરિઝ 3માં બિલ્ટ ઈન GPS જેવા ઘણા બધા ઉપયોગી ફીચર્સ હતા. એપલ વોચ SEમાં S5 ચીપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે તે એપલ વોચ 3 કરતા બે ગણું વધારે સારું પર્ફોમન્સ આપી શકે છે. આ વોચની કિંમત 279 ડોલર છે. આ સાથે જ એપલ વોચ 3 માર્કેટમાં 14,648 રૂપિયામાં મળી રહે છે.

આ સાથે સ્પેશ્યિલ ફીચર્સની વાત કરીએ તો આમાં કોલિંગ અને ફિટનેસ ટ્રેકિંગ જેવા ઉપયોગી ફીચર્સ આપવામાં આવ્યા છે આ સાથે ડિઝાઇનની વાત કરીએ તો Rectangular Dial Design જોવા મળે છે. આ સાથે 1.5 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp