બજાજ ઓટોએ ઈલેક્ટ્રિક સ્કૂટર Chetakની કિંમત એટલી વધારી કે તેમાં નવો ફોન આવી જાય

PC: electricvehicleweb.in

બજાજ ઓટોએ પોતાની બજાજ ચેતક ઈલેક્ટ્રિક સ્કૂટરની કિંમતોને ફરી વધારી દીધી છે. કંપનીએ ચેતક ઈવીના અર્બન વેરિઅન્ટની કિંમતમાં 27,620 રૂપિયાનો વધારો કર્યો છે. તો પ્રીમિયમ વેરિઅન્ટની કિંમતમાં 24620 રૂપિયાનો વધારો કર્યો છે. વધેલી કિંમતો પછી Chetak Urbane ની કિંમત 1,42,620 રૂપિયા થઇ ગઇ છે, તો Chetak Premiumની કિંમત 1,44,620 રૂપિયા થઇ છે. જણાવી દઇએ કે, ગયા મહિને કંપનીએ અર્બન વેરિઅન્ટની કિંમતમાં 15000 રૂપિયા અને પ્રીમિયમ વેરિઅન્ટની કિંમતમાં 5000 રૂપિયાનો વધારો કર્યો હતો.

આ પહેલા કંપનીએ 13 એપ્રિલના રોજ બજજા ચેતક ઈલેક્ટ્રિક સ્કૂટરની બુકિંગ ફરી શરૂ કરી દીધી હતી. જોકે 48 કલાક પછી કંપનીએ બુકિંગ બંધ કરી દીધી. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે આ દરમિયાન ચેતકને લઇ ગ્રાહકોની ભારે માગ નોંધવામાં આવી છે. સ્કૂટરને કેટલી બુકિંગ મળી તેની જાણકારી કંપનીએ આપી નથી. કંપનીએ કહ્યું છે કે તે સપ્લાઇ અને પ્રોડક્શનની સ્થિતિને જોયા પછી નક્કી કરશે કે બજાજ ચેતક ઈલેક્ટ્રિક સ્કૂટરની ફરીથી બુકિંગ શરૂ ક્યારે કરશે.

નવી Bajaj Chetak ભારતીય બજારમાં Urban અને Premium જેવા બે વેરિઅન્ટમાં આવે છે. સિંગલ ચાર્જ પર આ ઈલેક્ટ્રિક સ્કૂટર 95 કિમી સુધીની રેંજ આપે છે, એકવાર ફુલ ચાર્જ કરવા પર આ ઈલેક્ટ્રિક સ્કૂટર અટક્યા વિના 95 કિલોમીટર સુધીની યાત્રા કરે છે. જોકે, ઈકો મોડમાં આ સ્કૂટરમાં 85 કિમી સુધીની રેંજ મળે છે.

આમાં બે રાઇડિંગ મોડ્સ મળે છે. જેમાં સિટી અને સ્પોર્ટ સામેલ છે. આ ઈલેક્ટ્રિક સ્કૂટરમાં 4.1 કિલોવોટનું ઈલેક્ટ્રિક મોટર આપવામાં આવ્યું છે, જે 16 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. જેનું એન્જિન ઓટોમેટિક ટ્રાન્સમિશનથી સજ્જ છે. ચાર્જિંગની વાત કરીએ તો આ ઈલેક્ટ્રિક સ્કૂટર એક કલાકમાં 25 ટકા સુધી ચાર્જ થઇ જાય છે. ફુલ ચાર્જ થવામાં તેને 5 કલાકનો સમય લાગે છે.

જણાવી દઇએ કે, બજાજ ચેતક એ કંપનીનું પહેલું ઈલેક્ટ્રિક વ્હીકલ છે. ચેતક ભારતીય બજારમાં અવેલેબલ ઈલેક્ટ્રિક વ્હીકલ Okinawa Scooters, Hero Electric, Ather Energy, Ampere Electric Vehiclesને ટક્કર આપી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp