Vespaને ટક્કર આપવા Bajajએ લોન્ચ કર્યું ઇલેક્ટ્રિક ચેતક, જાણો શું હોય શકે છે ભાવ

PC: motorbeam.com

બજાજ ઓટોએ તેના સ્કૂટર બજાજ ચેતકને એકદમ નવા અવતારમાં રજૂ કર્યું છે. આ નવું સ્કૂટર Chetak કંપનીનું પહેલું ઈલેક્ટ્રિક વ્હીકલ છે. પહેલા કહેવામાં આવ્યું હતું કે, કંપની તેને પોતાના ઈલેક્ટ્રિક વ્હીકલ બ્રાન્ડ Urbanite હેઠળ વેચશે. પણ હવે તેને Chetak નામથી રજૂ કરવામાં આવ્યું છે. સ્કૂટરને રજૂ કરવા માટે કંપનીએ તેના ઈવેન્ટમાં હમારા બજાજ ટેગલાઈન આપી હતી. આ ઈવેન્ટમાં કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરી અને નીતિ આયોગના CEO અમિતાભ કાંત પણ પ્રોત્સાહન આપવા માટે આવ્યા હતાં.

Chetak ઈલેક્ટ્રિક સ્કૂટરનું પ્રોડક્શન 25 સપ્ટેમ્બરના 2019માં પુણેના ચાકનમાં સ્થિત બજાજ પ્લાન્ટમાં શરૂ થયું હતું. આ સ્કૂટર હવે Okinawa Scooters, Hero Electric, Ather Energy, Ampere Electric Vehiclesને કાંટાની ટક્કર આપશે.

બેટરીઃ

આ સ્કૂટર ફુલ ચાર્જ થવા પર Eco મોડમાં 95 કિમી સુધીની રેન્જ આપી શકે છે. તો sport મોડમાં ડ્રાઈવ કરવા પર આ સ્કૂટર 85 કિમી સુધી ચાલી શકે છે. આમાં ફેધર ટચ એક્ટિવેટેડ ઈલેક્ટ્રોનિક સ્વિચ અને ડિજિટલ કંસોલ આપવામાં આવ્યું છે. Chetakમાં lithium-ion battery મળશે.

હાલમાં તો કંપનીએ માત્ર આ સ્કૂટર રજૂ કર્યું છે. આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં તેને લોન્ચ કરવામાં આવી શકે છે. જાણકારી અનુસાર, કંપની આ સ્કૂટરને અલગ અલગ ફેસમાં લોન્ચ કરી શકે છે.

કિંમતઃ

કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર રાજીવ બજાજે આ સ્કૂટરના લોન્ચ સમયે કહ્યું કે, તેની કિંમત 1.5 લાખ રૂપિયાથી ઓછી રહેશે. જાણકારોનું માનવું છે કે, કંપની આ સ્કૂટરને 1 થી 1.2 લાખ રૂપિયાની વચ્ચે બજારમાં ઉતારી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp