તમે માઉસ કર્સર મૂવ કરો તેની પણ જાણકારી રાખે ફેસબૂક

PC: citynews.ca

કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા લિક મામલા પછી ફેસબૂક હંમેંશા સવાલોથી ધેરાયેલું રહે છે. હવે ફેસબૂકે સ્વીકાર કર્યો છે કે તે યુઝર્સની અંગત જાણકારી, પસંદ-નાપસંદ જાણવા માટે તેના કી-બોર્ડ અને માઉસના મૂવમેન્ટ પર નજર રાખે છે એટલે કે જો તમે ફેસબૂક પર લોગીન છો તો તમે ડિવાઈઝ પર જે પણ કરો છો તેની દરેક જાણકારી ફેસબૂક સુધી પહોંચે છે.

આથી ફેસબૂક જાણકારી મેળવે છે કે યુઝર્સ કેવા કન્ટેન્ટ કેટલીવાર જુએ છે, તેની મદદથી તે એડ બતાવે છે. ડેટા લિક થયા પછી US સિનેટને માર્ક ઝુકરબર્ગે સવાલોના જવાબ આપ્યા હતા. બાકી બચેલા સવાલોના જવાબ માટે સમય આપવામાં આવ્યો હતો. કંપનીએ 225 પેજમાં લગભગ 2,000 સવાલોના જવાબ આપ્યા હતા.

ફેસબૂક આવી રીતે નજર રાખે છે:

ડિવાઈઝ ઈન્ફોર્મેશન:
તમે જે ડિવાઈઝમાં ફેસબૂક લોગીન કરો છો તેની જાણકારી ફેસબૂકને હોય છે, જેમકે ડિવાઈઝમાં કેટલી સ્પેસ વધી છે, કયા ફોટો છે અને કોના નંબર સેવ છે વગેરે વગેરે.

એપ ઇન્ફોર્મેશન:
ફેસબૂકને એ પણ ખબર હોય છે કે તમારા ડિવાઈઝમાં કઈ કઈ એપ છે અને કેટલો સમય તમે એપનો ઉપયોગ કરો છો.

ડિવાઈઝ કનેક્શન:
ફેસબૂકને એ પણ ખબર હોય છે કે તમે કયું નેટવર્ક કે વાઈફાઈ વાપરો છો અને GPS પર પણ નજર રાખે છે અને યુઝર્સની લોકેશન મળતી રહે.

બેટરી લેવલ:
ડિવાઈઝની બેટરી લેવલ પણ જુએ છે જેનાથી ફેસબૂકને ખબર પડે કે એપ વધુ બેટરી નથી લેતી ને? પછી તે હિસાબે અપડેટ આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp