ભારતની આ ટોપ 4 કંપનીઓની 20 SUVનો લોકોમાં ક્રેઝ, જાણો

PC: indiatimes.com

ભારતીય ઓટો માર્કેટમાં એકથી ચઢિયાતી કારો મોજૂદ છે. એમાં પણ ખાસ કરીને ભારતીય ઓટો ઈન્ડસ્ટ્રીમાં SUV અને ક્રોસઓવર કારો સૌથી વધારે વેચાઇ છે. આ કારોનો કુલ માર્કેટ શેર ભારતમાં 46 ટકા છે. એમાં પણ ખાસ કરીને SUV પ્રેમીઓની સંખ્યા ફેસ્ટિવલ સીઝનમાં જબરદસ્ત વધી રહી છે. ઓક્ટોબર 2023 સેલ્સ રિપોર્ટમાં તેનો સારો અંદાજો થઇ રહ્યો છે.

પાછલા મહિને કારની સેલ્સ રિપોર્ટ સાર્વજનિક થઇ છે અને ફરી એકવાર મારુતિ સુઝુકીનો દબદબો જોવા મળી રહ્યો છે. ટોપ માં મારુતિની 6 અને ટોપ 20માં મારુતિની 10 કારો છે. મારુતિ સુઝુકી વેગનઆર ફરી એકવાર ભારતમાં સૌથી વધારે વેચાતી કાર બની ગઇ છે અને ફેસ્ટિવ સીઝનમાં લોકોએ તેની ખૂબ ખરીદી કરી છે. ટોપ 5 બેસ્ટ સેલિંગ કારોમાં મારુતિ સુઝુકીની 4 કારો છે. તો ટાટા મોટર્સની સબ-4 મીટર કોમ્પેક્ટ એસયૂવી ટાટા નેક્સોન ફરી એકવાર ટોપ સેલિંગ SUV બની ગઇ છે.

ભારતની ટોપ 4 કાર કંપનીઓમાં સામેલ મારુતિ સુઝુકી, હ્યુંડૈ મોટર્સ ઈન્ડિયા, ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ જ સવા લાખથી વધારે suv વેચી નાખી છે. જે વાર્ષિક વધારા સાથેની છે. જેમાં ટોપ સેલિંગ ટાટા નેક્સોનની સાથે મારુતિ બ્રેઝા, ટાટા પંચ, મહિન્દ્રા સ્કોર્પિયા અને હ્યુંડૈ ક્રેટા જેવી SUV ટોપ 10માં સામેલ છે. આ 4 કંપનીઓની 20 પોપ્યુલર SUVની પાછલા મહિનાની સેલ્સ રિપોર્ટ જાણો...

 

મારુતિ સુઝુકીની પોપ્યુલર SUV

મારુતિ સુઝુકી ફ્રોન્ક્ઝ- 11357 યૂનિટ
મારુતિ સુઝુકી બ્રેઝા- 16050 યૂનિટ


મારુતિ સુઝુકી જિમ્ની- 1851 યૂનિટ
મારુતિ સુઝુકી ગ્રેન્ડ વિટારા- 10834 યૂનિટ

હ્યૂંડૈ મોટર્સ ની પોપ્યુલર SUV

હ્યૂંડૈ એક્સટર- 8097 યૂનિટ
હ્યૂંડૈ વેન્યૂ- 11581 યૂનિટ
હ્યૂંડૈ ક્રેટા- 13077 યૂનિટ


હ્યૂંડૈ અલ્કઝાર- 1837 યૂનિટ
હ્યૂંડૈ કોના- 44 યૂનિટ
હ્યૂંડૈ આયોનિક 5- 117 યૂનિટ

ટાટા મોટર્સની ધાંસૂ SUV

ટાટા પંચ- 15317 યૂનિટ
ટાટા નેક્સોન- 16887 યૂનિટ


ટાટા સફારી- 1340 યૂનિટ
ટાટા હેરિયર- 1896 યૂનિટ

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની પોપ્યુલર SUV

મહિન્દ્રા XUV300- 4865 યૂનિટ
મહિન્દ્રા XUV400- 639 યૂનિટ
મહિન્દ્રા બોલેરો- 9647 યૂનિટ
મહિન્દ્રા થાર- 5593 યૂનિટ


મહિન્દ્રા સ્કોર્પિયો સીરિઝ- 13578 યૂનિટ
મહિન્દ્રા XUV700- 9297 યૂનિટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp