Facebookમાં શોધી કાઢી મોટી ખામી, ભારતીય હેકરને મળ્યા 23 લાખ રૂપિયા

PC: zeebiz.com

Facebook અને અન્ય એપ્સમાં ખામી શોધવાના મામલામાં ભારતીય હેકર્સ ખૂબ જ આગળ છે. આવા જ એક ભારતીય હેકર રાહુલ કંક્રાલે Facebookની મોટી ખામી શોધી કાઢી છે. રાહુલ શિરડીનો વતની છે અને તેણે કમ્પ્યુટર સાયન્સમાં ડિપ્લોમા કર્યું છે.

Facebookમાં ગંભીર ખામી શોધ્યા બાદ Facebookએ બગ બાઉન્ટી પ્રોગ્રામ અંતર્ગત તેને ઈનામ આપ્યું છે. આ અંગે રાહુલે જણાવ્યું હતું કે, Facebookની આ ગંભીર ખામીને કારણે કરોડો Facebook યુઝર્સ પ્રભાવિત થઈ શકતા હતા. Facebookએ આ ખામી હવે દૂર કરી લીધી છે અને તેના બદલામાં રાહુલને લગભગ 33000 ડૉલર (આશરે 23.63 લાખ રૂપિયા)નું ઈનામ આપ્યું છે. એટલું જ નહીં, પરંતુ Googleએ પણ તેને Facebook એપમાં આ ખામી શોધવા બદલ ઈનામ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, Facebookની આ ખામી એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં હતી.

Facebook પરમિશન્સમાં ખામીને તેણે બેલારૂમના એક હેકર દિમિત્રી લુકયાનેકોની સાથે મળીને શોધી કાઢી છે અને તેને માટે તેને 7500 ડૉલર્સ મળ્યા છે.

આ અંગે રાહુલે જણાવ્યું હતું કે, આ ખામી દ્વારા તેને Facebook એપ માટે એન્ડ્રોઈડ પરમિશનને બાયપાસ કરી દીધી. સામાન્યરીતે એપને કેટલીક કસ્ટમ પરમિશનની સાથે ડિઝાઈન કરવામાં આવે છે, જેથી થર્ડ પાર્ટી એપ્સના ફેક્શનને પરમિશન એક્સેસ રેસ્ટ્રિક્ટ કરી શકાય. રાહુલે જણાવ્યું હતું કે, Facebookની મેઈન એપમાં પરમિશનને લઈને થોડી ખામીઓ હતી, જેને કારણે તે કોઈપણ Facebook યુઝરની સાથે તેની પરમિશન વિના વીડિયો કોલિંગ કરી શકતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp