બ્લુ, ગોલ્ડન કે ગ્રેઃ Twitter પર કોને મળશે કેવો વેરિફિકેશન બેજ? જાણો આખો પ્લાન

PC: khabarchhe.com

ટ્વીટર પર બ્લુ ટિક એટલે કે વેરિફિકેશન બેજમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. અત્યાર સુધી આ પ્લેટફોર્મ પર માત્ર બ્લુ ટિક જોવા મળતી હતી, પરંતુ ટૂંક સમયમાં તેના પર ગોલ્ડ અને ગ્રે કલર બેજ પણ જોવા મળશે. આ જાણકારી ખુદ એલન મસ્ક દ્વારા થોડા દિવસો પહેલા આપી હતી. ચાલો જાણીએ કે આ વેરિફિકેશન બેજની સંપૂર્ણ સ્ટોરી શું છે.

જ્યારથી એલન મસ્કના હાથમાં કંટ્રોલ આવ્યો છે ત્યારથી ટ્વીટર પર સતત ફેરફારો થઈ રહ્યા છે. મસ્કે આ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ $44 બિલિયનમાં ખરીદ્યું છે. મસ્ક ટ્વીટર બ્લુ ટિકથી પૈસા કમાવવા માંગે છે અને તે તેને સબસ્ક્રિપ્શન આધારિત સર્વિસ બનાવવાની તૈયારી કરી રહ્યો છે. જોકે, મસ્કના આ પ્રયાસનું હજુ સુધી કોઈ સકારાત્મક પરિણામ આવ્યું નથી.

જેવી જ મસ્કે પેઇડ બ્લુ ટિક સર્વિસની જાહેરાત કરી લોકોએ તેનો દુરુપયોગ શરૂ કર્યો. લોકોએ આ $8 સર્વિસનો ઉપયોગ એવી રીતે કર્યો કે કંપનીને કરોડોનું નુકસાન થયું. આ પછી તરત જ મસ્કે આ સર્વિસ પર પ્રતિબંધ મૂક્યો. હવે તેઓ તેને નવા સ્વરૂપમાં લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છે. ચાલો જાણીએ તેની વિગતો.

એલન મસ્ક હવે ટ્વીટર પર વેરિફિકેશન માટે માત્ર બ્લુ ટિક નહીં આપે. તેના બદલે, આ પ્લેટફોર્મ પર 3 કલર વેરિફિકેશન બેજ ઉપલબ્ધ હશે. મસ્કે પોતે ટ્વીટર પર આ માહિતી આપી છે. તેણે કહ્યું, વિલંબ બદલ માફ કરશો, અમે આવતા શુક્રવારે વેરિફાઇડ સર્વિસ શરૂ કરી રહ્યા છીએ.

તેમણે કહ્યું કે હવે ટ્વીટર પર ત્રણ કલરના વેરિફાઈડ બેજ ઉપલબ્ધ થશે. આમાં કંપનીઓને ગોલ્ડ બેજ આપવામાં આવશે. જ્યારે સરકાર અને સરકારી એજન્સીઓને ગ્રે બેજ આપવામાં આવશે. જ્યારે બ્લુ વેરિફિકેશન બેજ સેલિબ્રિટી અથવા વ્યક્તિગતને આપવામાં આવશે. આ તમામ વેરિફાઈડ એકાઉન્ટ્સ પણ મેન્યુઅલી ઓથેન્ટિકેટ થશે.

કંપનીઓ માટે ગોલ્ડ ચેક, સરકાર માટે ગ્રે ચેક, વ્યક્તિઓ માટે બ્લુ અને તમામ વેરિફાઇડ એકાઉન્ટ્સ ચેક એક્ટિવેટ થાય તે પહેલાં મેન્યુઅલી પ્રમાણિત કરવામાં આવશે.

પૈસા લઈને વેરિફિકેશન આપવાનો પ્લાન

અગાઉ ટ્વીટર પર વેરિફિકેશન બેજને પ્રમાણભૂતતાનું માનક માનવામાં આવતું હતું. આ ડોક્યુમેન્ટ્સને ચેક કર્યા પછી, તે યુઝર્સના કામના આધારે ઉપલબ્ધ હતું. પરંતુ મસ્કે હવે તેને પેઇડ સબસ્ક્રિપ્શન સર્વિસમાં કન્વર્ટ કરવાની યોજના તૈયાર કરી છે.

તાજેતરમાં જ્યારે મસ્કે આ પેઇડ સબસ્ક્રિપ્શન સર્વિસની જાહેરાત કરી, ત્યારે કેટલાક યુઝર્સઓએ બ્લુ ટિક ખરીદી અને તેમના એકાઉન્ટનું નામ બદલીને કંપનીના નામ પર કરી. આ પછી યુઝર્સે કેટલાક એવા ટ્વીટ કર્યા, જેની અસર કંપનીઓના શેર પર થઈ.

આનું સૌથી મોટું ઉદાહરણ એલી લિલી બની હતી. એક યુઝરે પોતાના એકાઉન્ટને કંપનીનું નામ આપ્યું અને ટ્વીટ કર્યું કે હવે ઈન્સ્યુલિન ફ્રીમાં મળશે. જેના કારણે કંપનીના શેરના ભાવમાં ઘટાડો થયો હતો. આ ટ્વીટ વેરિફાઈડ એકાઉન્ટમાંથી હોવાથી લોકોએ તેને માની લીધું. જોકે, બાદમાં પેરોડી એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.

ત્યારથી મસ્ક ફુલ પ્રૂફ પ્લાન સાથે મેદાનમાં ઉતરવા માંગે છે. તેઓ ઉતાવળમાં એવો કોઈ નિર્ણય લેવા માંગતા નથી, જેના કારણે આવી ઘટના ફરી આવી શકે. તે જ સમયે, વિવિધ કંપનીઓ અને સંસ્થાઓની સાથે ટ્વીટર પર ગ્રે કલરની ઓફિશિયલ નિશાની પણ જોવા મળી રહી છે.

રિપોર્ટ્સ અનુસાર, નવા વેરિફિકેશન બેજ અપડેટને પહેલા iOS યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવશે. આ પછી તેને એન્ડ્રોઇડ પર લાવવામાં આવશે. કંપનીએ આ વિશે સત્તાવાર રીતે કોઈ માહિતી આપી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp