મોંઘી થઈ Bajaj Pulsar 150, જાણો નવી કિંમત

PC: gaadiwaadi.com

Bajaj Autoએ તેમની પોપ્યુલર બાઈક Pulsar 150નું BS6 મોડલ લોન્ચ કરી દીધું છે. BS6 Pulsar 150 બે મોડલ(સ્ટાન્ડર્ડ ડિસ્ક બ્રેક અને ટ્વિન ડિસ્ક બ્રેક)માં ઉપલબ્ધ છે. BS6માં અપગ્રેડેશન થયા બાદ હવે આ બાઈક ફ્યૂલ ઈન્જેક્શન સિસ્ટમથી સજ્જ છે. કંપનીનું કહેવું છે કે BS4 વર્ઝનની સરખામણીમાં BS6 Pulsarનાં એન્જિનનું પર્ફોમન્સ અને માઈલેજ વધારે સારુ છે.

પાવરઃ

BS6 Pulsar 150માં 149.5 cc, સિંગલ-સિલિન્ડર, 4 સ્ટ્રોક એન્જિન આપવામાં આવ્યું છે. BS6 મોડલમાં આ એન્જિન 13.8 bhp પાવર અને 13.25 Nm ટોર્ક જનરેટ કરે છે. BS6 એન્જિનનો પાવર આઉટપુટ BS4 વર્ઝનના બરાબર છે. પણ ટોર્ક થોડો ઓછો થઈ ગયો છે. BS4 વર્ઝનમાં 13.4 Nm ટોર્ક મળતો હતો.

બાઈકની બ્રેકિંગ સિસ્ટમઃ

બ્રેકિંગ સિસ્ટમની વાત કરીએ તો કંપનીએ BS6 Pulsar 150 બાઈકમાં ABSની સાથે ફ્રંટમાં 260 mm ડિસ્ક અને રિયરમાં 130 mmના ડ્રમ ડિસ્ક બ્રેક આપ્યા છે. Pulsar 150માં 15 લીટરનું ફ્યૂલ ટેંક મળે છે. સાથે જ કંપનીએ BS6 Pulsar 150માં ઈલેક્ટ્રોનિક્સ તરીકે 12V નું ફુલ DC સિસ્ટમ અને 12V 35/35W ની સાથે ઓટો હેડલેમ્પ ઓન સિસ્ટમ આપ્યું છે. બાઈકનું વજન 148 કિગ્રા છે. બાઈકની લંબાઈ 2055mm, પહોળાઈ 765mm, ઊંચાઈ 1060mm અને ગ્રાઉન્ડ ક્લિઅરન્સ 165 mm આપવામાં આવ્યું છે.

કિંમતઃ

BS6 Pulsar 150ના સ્ટાન્ડર્ડ ડિસ્ક બ્રેક મોડલની કિંમત 94,956 રૂપિયા અને ટ્વિન ડિસ્ક મોડલની કિંમત 98,835 રૂપિયા છે. આ કિંમત દિલ્હીના એક્સ શોરૂમની છે. BS4 મોડલની સરખામણીમાં બાઈકના BS6 મોડલની કિંમત 8,998 રૂપિયા વધારે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp