નવા અવતારમાં લોન્ચ થયું Hero Pleasure Plus સ્કૂટર, જાણો કિંમત અને ફીચર્સ

PC: heromotocorp.com

Hero MotoCorp ફેસ્ટિવલ સિઝનમાં પોતાનું વેચાણ બૂસ્ટ કરવાની તૈયારી કરી રહ્યું છે. કંપનીએ હાલમાં જ Maestro Edge 125નું સ્ટેલ્થ એડિશન લોન્ચ કર્યું હતું. હવે કંપનીએ પોતાના પોપ્યુલર સ્કૂટર Pleasure Plus 110ccનું પ્લેટિનમ વેરિયન્ટ લોન્ચ કર્યું છે. કંપનીએ  Pleasure Plusનું વેરિયન્ટ 60950 રૂપિયામાં લોન્ચ કર્યું છે જે સ્કૂટરના ટોપ મોડલ કરતા પણ 2000 રૂપિયા મોંઘુ છે. આ વેરિયન્ટમાં કંપનીએ ઘણા કોસ્મેટિક બદલાવ કર્યા છે. સ્કૂટરનું આ નવું વેરિયન્ટ મેટ બ્લેક ફિનિશની સાથે આવે છે, જે જોવામાં પહેલા કરતા વધુ આકર્ષક લાગે છે. આ સ્કૂટર બ્રાઉન કલર્ડ ઈનર પેનલ્સ અને ડ્યૂઅલ ટોન સીટની સાથે આવે છે. મિરર્સને પણ ક્રોમ ટ્રીટમેન્ટ આપવામાં આવી છે, જેનાથી આ સ્કૂરટને રેટ્રો લુક મળે છે. આ સ્કૂટરમાં લો ફ્યૂઅલ ઈન્ડિકેટરના રૂપમાં નવું ફીચર પણ આપવામાં આવ્યું છે.

આ સ્કૂટરમાં કોઈ મિકેનિકલ બદલાવ કરવામાં નથી આવ્યા. Pleasure Plusમાં XSens ટેક્નોલોજી છે. આ એન્જિન 7000 rpm પર 8.04 bhpનો પાવર અને 5500 rpm પર 8.7 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. એન્જિન CVT યુનિટથી લેસ છે. કંપનીનો દાવો છે કે, BS4 મોડલની સરખામણીમાં BS6 Pleasure Plus 10 પર્સન્ટ વધુ માઈલેજ આપે છે.

Hero Pleasure Plus 7 કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. તેમાં મિડનાઈટ બ્લેક, સ્પોર્ટી રેડ, પોલ સ્ટાર બ્લૂ, પર્લ સિલ્વર વ્હાઈટ, મેટ વર્નિયર ગ્રે, મેટ મેટાલિક રેડ અને મેટ ગ્રીન સામેલ છે. હીરોના આ સ્કૂટરની માર્કેટમાં ટક્કર TVS Scooty Zest 110 સાથે છે. જોકે, TVSએ હજુ પોતાના આ સ્કૂટરને BS6માં અપડેટ નથી કર્યું. BS6 સ્કૂટી જેસ્ટ 110 ટૂંક સમયમાં જ લોન્ચ થવાની છે.

Pleasure Plusમાં મળતા હાર્ડવેર કમ્પોનેન્ટ્સમાં ફ્રન્ટમાં ટેલિસ્કોપિક ફોર્ક અને રિયરમાં સિંગલ શોક એબ્ઝોર્બર સામેલ છે. બ્રેકિંગ સિસ્ટમની વાત કરીએ તો તેમાં ફ્રન્ટ અને રિયરમાં ડ્રમ બ્રેક આપવામાં આવી છે, જે વધારાની સુરક્ષા માટે કમ્બાઈન્ડ બ્રેકિંગ સિસ્ટમની સાથે મળીને કામ કરે છે. Pleasure Plusમાં ઘણા બધા ફીચર્સ આપવામાં આવ્યા છે. જેમાં મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, સાઈડ સ્ટેન્ડ ઈન્ડિકેટર, એનાલોગ, સ્પીડોમીટર, ડ્યૂઅલ- ટેક્સચર્ડ સીટ, LED બૂટ લેમ્પ અને ટ્યુબલેસ ટાયર સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp