7 સીટર કારમાં સૌથી સસ્તી છે આ 5 કાર, કિંમત 9 લાખ કરતા પણ ઓછી

PC: livemint.com

જો તમે કોઈ 7 સીટર કાર ખરીદવાનો વિચાર કરી રહ્યા હો તો અમે તમારા માટે કેટલીક સસ્તી કારોનું લિસ્ટ લઈને આવ્યા છીએ. દેશમાં 9 લાખ રૂપિયા સુધીના બજેટમાં ઘણી કારો છે, જે 7 સીટર કેપેસિટીની સાથે આવે છે. આ કેટેગરીમાં પેટ્રોલ, ડીઝલ અને CNG ત્રણેય પ્રકારની કારોના ઓપ્શન છે. એટલું જ નહીં, જો તમે ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળી 7 સીટર કાર ખરીદવા માગતા હો તો તેનો પણ વિકલ્પ બજારમાં ઉપલબ્ધ છે.

Mahindra Bolero

Mahindra Bolero Neoમાં 1493cc એન્જિન છે. આ ડીઝલ ગાડી છે. એક લીટર ડીઝલમાં તે 17 કિલોમીટર સુધી ચાલે છે. આ મહિન્દ્રાની 7 સીટર ગાડી છે. તેની શરૂઆતી કિંમત 8.77 લાખ રૂપિયા (એક્સ શોરૂમ પ્રાઈઝ) છે. તે માત્ર મેન્યૂઅલ ટ્રાન્સમિશનની સાથે આવે છે. કંપની તેમા 4 વેરિયન્ટ વિકલ્પ આપે છે.

Maruti Suzuki Ertiga

Maruti Suzuki Ertiga એક 7 સીટર કાર છે, જે પેટ્રોલ અને CNG બંને વેરિયન્ટમાં આવે છે. કારની શરૂઆતી કિંમત 7.96 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) છે. કંપની તેને 7 વેરિયન્ટ સાથે બજારમાં લાવી છે. તે 17થી લઈને 26 કિલોમીટર સુધીની માઈલેજ આપે છે. માઈલેજ એન્જિન વિકલ્પ પર નિર્ભર કરે છે.

Renault Triber

Renault Triberમાં 999cc પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. તે મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ટ્રાન્સમિશનની સાથે આવે છે. આ કાર 7 સીટર છે. જોકે, વધુ બૂટ સ્પેસની જરૂર હોય તો તેની સૌથી પાછળવાળી સીટને બહાર પણ કાઢી શકાય છે. કારની શરૂઆતી કિંમત 5.53 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) છે. આ કાર 9 વેરિયન્ટમાં આવે છે.

Maruti Suzuki Eeco

Maruti Suzuki Eecoની વાત કરીએ તો આ કાર 4 વેરિયન્ટમાં આવે છે. આ કાર CNG અને પેટ્રોલ બંને ફ્યૂઅલ વિકલ્પમાં ઉપલબ્ધ છે. તેની શરૂઆતી કિંમત 4.38 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) છે. ગાડીમાં 1196ccનું એન્જિન છે. માઈલેજની વાત કરીએ તો તે એક કિલો CNGમાં 20 કિલોમીટરની માઈલેજ આપી શકે છે. કાર 5 અને 7 સીટર બંને વેરિયન્ટમાં આવે છે.

DATSUN GO

DATSUN GO આ સેગમેન્ટની સૌથી સસ્તી કાર છે. 7 સીટર વિકલ્પની સાથે તેની શરૂઆતી કિંમત 4.26 લાખ રૂપિયા છે. તે પેટ્રોલ પર 19 કિલોમીટર સુધીની માઈલેજ આપે છે. તેમા 1198ccનું એન્જિન છે. કારને મેન્યુઅલ અને ઓટોમેટિક, બંને ટ્રાન્સમિશનની સાથે ખરીદી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp