ડાયરેક્ટ ચંદ્ર પર મોકલી શકતા હતા ચંદ્રયાન-2, તો આટલું ફેરવી શા માટે રહ્યા છે?

PC: twimg.com

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના વૈજ્ઞાનિકોએ પોતાના બીજા મૂન મિશન ચંદ્રયાન-2ને પૃથ્વીની કક્ષામાં આગળ વધારવાનું શરૂ કરી દીધું છે. 22 જુલાઈએ લોન્ચિંગ બાદ તેને પરિજી (પૃથ્વીથી ઓછું અંતર) 170 કિમી અને એપોજી (પૃથ્વીથી વધુ અંતર) 45475 કિમી પર સ્થાપિત કરવામાં આવ્યું હતું. આજે એટલે કે 29 જુલાઈએ બપોરે 2.30થી 3.30ની વચ્ચે ચંદ્રયાન-2ની કક્ષામાં સફળતાપૂર્વક ત્રીજીવાર બદલાવ કર્યો છે. હવે તેની પેરિજી 276 કિમી અને એપોજી 71792 કિમી કરી દીધી છે. ચંદ્રયાન-2ને ડાયરેક્ટ ચંદ્ર પર પણ મોકલી શકતા હતા, પરંતુ તેમાં ખૂબ જ ઈંધણ, મહેનત અને ટેકનિકની જરૂર પડતે. આથી, વૈજ્ઞાનિકો એ રાહ જોઈ રહ્યા હતા કે ચંદ્ર પૃથ્વીથી નજીક આવી જાય. ત્યારે ચંદ્રયાન-2ને ચંદ્ર પર ઉતારે.

આ પહેલા તેની કક્ષામાં 25 અને 26 જુલાઈ દરમિયાનની રાત્રે 1.08 વાગ્યે સફળતાપૂર્વક બદલાવ કરવામાં આવ્યો. ત્યારે તેની પેરિજી 250 કિમી અને એપોજી 54829 કિમી કરી દેવામાં આવી હતી. તે પહેલા ચંદ્રયાન-2ની કક્ષામાં 24 જુલાઈની બપોરે 2.52 વાગ્યે સફળતાપૂર્વક બદલાવ કરવામાં આવ્યો હતો. ત્યારે તેની પેરિજી 230 કિમી અને એપોજી 45163 કિમીની કરવામાં આવી હતી. હાલ 6 ઓગસ્ટ સુધી પૃથ્વીની ચારે તરફ ચંદ્રયાન-2ના ઓર્બિટને બદલવામાં આવશે.

22 જુલાઈએ લોન્ચિંગ બાદથી જ ચંદ્રના દક્ષિણી ધ્રુવ સુધી પહોંચવા માટે ચંદ્રયાન-2ની 48 દિવસની યાત્રા શરૂ થઈ ગઈ છે. લોન્ચિંગના 16.23 મિનિટ બાદ ચંદ્રયાન-2 પૃથ્વી કરતા આશરે 170 કિમીની ઊંચાઈ પર GSLV-MK 3 રોકેટથી અલગ થઈને પૃથ્વીની કક્ષામાં ચક્કર લગાવી રહ્યું હતું. ISRO વૈજ્ઞાનિકોના ચંદ્રયાન-2ના લોન્ચિંગને લઈને ખૂબ જ બદલાવ કરવામાં આવ્યા હતા.

ISROના પૂર્વ વૈજ્ઞાનિક વિનોદ કુમાર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, અમેરિકા, રશિયા અને ચીનની જેમ ભારત પણ ચંદ્રયાન-2ને ડાયરેક્ટ ચંદ્ર પર મોકલી શકે છે. પરંતુ તેને માટે વધુ તાકાતવર રોકેટની જરૂર પડે. સાથે જ ચંદ્રયાન-2માં વધુ ઈંધણની જરૂર પડતે. તેને માટે તેના આકારને વધારવો પડતે. પરંતુ, ISRO વૈજ્ઞાનિક ચંદ્રને પૃથ્વીની ચારે બાજુ એટલા માટે ફરી રહ્યું છે, જેથી ચંદ્ર પૃથ્વીની નજીક આવી જાય. પૃથ્વીની ચારેય તરફ 5 ચક્કર લગાવવા દરમિયાન ચંદ્રયાન-2 ખૂબ જ નજીક પહોંચી જશે. ત્યારબાદ ચંદ્રની ગુરુત્વાકર્ષણ શક્તિથી તે ચંદ્રની તરફ ખેંચશે. ત્યારે ISRO વૈજ્ઞાનિક તેની ગતિને નિયંત્રિત કરી તેને ચંદ્ર પર લેન્ડ કરાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp