ચંદ્રયાન-3મા નહીં હોય ઓર્બિટર, ISRO ચીફ સિવને જણાવ્યું ક્યારે થશે લોન્ચ

PC: thequint.com

ISROના પ્રમુખ કે સિવને કહ્યું હતું કે ચંદ્રયાન-3નું પહેલું પ્રક્ષેપણ હવે વર્ષ 2022મા થવાની સંભાવના છે જે પહેલા વર્ષ 2020ના અંતમાં પ્રક્ષેપણ કરવામાં આવવાનું હતું. કોરોના વાયરસના લોકડાઉનના કારણે ચંદ્રયાન-3 અને દેશના પહેલા માનવ અંતરીક્ષ મિશન ગગનયાન સહિત ISROની ઘણી પરિયોજનાઓ છે. ચંદ્રયાન-3મા પોતાના પૂર્વવર્તી યાનોની જેમ ઓર્બિટર નહીં હોય. ISRO પ્રમુખ કે સિવને જણાવ્યું હતું કે, અમે તેના પર કામ કરી રહ્યા છીએ. ચંદ્રયાન-2ની જેમ જ છે, પરંતુ તેમાં ઓર્બિટર નહીં હોય.

ચંદ્રયાન-2 સાથે મોકલવામાં આવેલા ઓર્બિટરને જ ચંદ્રયાન-3 માટે ઉપયોગ કરવામાં આવશે. તેની સાથે જ અમે એક પ્રણાલી પર કામ કરી રહ્યા છીએ અને વધારે સંભાવના છે કે પ્રક્ષેપણ આગામી વર્ષ 2022મા થશે. ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ 22 જુલાઇ વર્ષ 2019મા થયું હતું અને તેમાં ચંદ્રના દક્ષિણી ધ્રુવ વિસ્તારમાં ‘રોવર’ ઉતારવા માટે મોકલવામાં આવ્યું હતું, જોકે ચંદ્રયાન-2નું લેન્ડર વિક્રમ 7 સપ્ટેમ્બર 2019ના રોજ સોફ્ટ લેન્ડિંગ કરવામાં સફળ અસફળ રહ્યું હતું અને પહેલા જ પ્રયાસમાં તે સફળતા મેળવવાનું ભારતનું સપનું અધૂરું રહી ગયું હતું.

ISRO માટે ચંદ્રયાન-3 પણ એક મહત્ત્વપૂર્ણ મિશન છે જે અંતરગ્રહી લેન્ડિંગમાં ભારત માટે આગળનો માર્ગ પ્રશસ્ત કરશે. કે સિવને કહ્યું હતું કે, ગગનયાન પરિયોજના હેઠળ આ વર્ષે ડિસેમ્બરમાં ISROના પ્રથમ માનવરહિત મિશનને અંજામ આપવામાં આવશે તથા ફરી ત્રીજીવાર માનવયુક્ત મિશનને અંજામ આપવામાં આવશે. ગગનયાન પરિયોજના હેઠળ વર્ષ 2022 સુધી 3 ભારતીયોની અંતરીક્ષમાં મોકલવાની યોજના છે.

આ મિશન માટે 3 ટેસ્ટ પાયલટ પસંદ કરવામાં આવ્યા છે, જે આ સમયે રશિયામાં તાલીમ લઈ રહ્યા છે. આ પરિયોજના હેઠળ ત્રીજું મોડ્યુલ માનવ મિશન પ્રક્ષેપણ બાબતે પૂછવામાં આવતા કે સિવાને કહ્યું હતું કે, ‘ખૂબ ટેકનિકલી પ્રદર્શનની જરૂર છે, એ પારખ્યાં બાદ બધી ટેકનિક એકદમ સારી છે, અમે માનવ મિશનના પ્રક્ષેપણ સમયની બાબતે નિર્ણય કરીશું. તમને જણાવી દઇએ કે ઓર્બિટર પણ વિક્રમ લેન્ડર જેવુ જ IDSN (ઇન્ડિયન ડીપ સ્પેસ નેટવર્ક) દ્વારા કમ્યુનિકેટ કરવા માટે સક્ષમ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp