કોરોના અને શરદીથી બચાવશે આ શાકભાજીના લીલા પાંદડાઃ રિસર્ચ

PC: deseret.com

અરુગુલા, બોક ચોય, બ્રોકલી, બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ, કોબી, ફ્લાવર જેવા ક્રૂસીફેરસ શાકભાજી તમને કોવિડ-19 અને સાધારણ શરદીના વાયરસથી બચાવી શકે છે. કારણ કે તેમના લીલા પાનમાં એક ખાસ પ્રકારનું રસાયણ હોય છે, જે આ બીમારીઓ અને સંક્રમણોથી બચાવે છે. આ ખુલાસો કર્યો છે જોન્સ હોપકિન્સ ચિલ્ડ્રન સેન્ટરના વૈજ્ઞાનિકોએ. કોવિડ-19ના કારણે સમગ્ર દુનિયામાં 60 લાખ કરતા વધુ લોકોના મોત થઈ ગયા. ઘણી સ્ટડીઝ થઈ છે, જેમા એ વાતનો ખુલાસો થયો છે કે, માત્ર અમેરિકામાં સાધારણ શરદી થવાના કારણે 1.90 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. જો આ શાકભાજીઓનો ઉપયોગ વધારી દેવામાં આવે અથવા તો તેમના પાંદડામાં રહેલા રસાયણનો ઉપયોગ દવાઓ બનાવવામાં કરવામાં આવે તો કોવિડ-19 અને સાધારણ શરદીના સંક્રમણથી લોકોને બચાવી શકાય છે.

હાલમાં જ જર્નલ કમ્યુનિકેશન્સ બાયોલોજીમાં તેને લઈને એક સ્ટડી પ્રકાશિત થઈ છે. જેમા જણાવવામાં આવ્યું છે કે, ક્રૂસીફેરસ શાકભાજીમાં સલ્ફોરાફેન હોય છે, જે એક ફાઈટોકેમિકલ છે. તેમા પહેલાથી એન્ટી કેન્સર ઈફેક્ટ હોય છે. એટલકે તે કેન્સરથી બચાવે છે. સાથે જ તે SARS-CoV-2 કોરોના વાયરસને રેપ્લિકેટ એટલે કે ફેલાતો અટકાવે છે. આ ઉપરાંત, અન્ય કોરોના વાયરસથી પણ માણસો અને ઉંદરને બચાવે છે. સલ્ફોરાફેન કોવિડ-19 પર ખૂબ જ વધુ પ્રભાવી સાબિત થયુ છે. આથી, વૈજ્ઞાનિકોએ લોકોને અપીલ કરી છે કે, સલ્ફોરાફેનવાળા સપ્લિમેન્ટ લેવા દવાની દુકાનો પર ના જાઓ.

બ્રોકલી, કોબી, કેળા અને બ્રસેલ્સ સ્પ્રાઉટ્સમાં સલ્ફોરાફેનની માત્રા પ્રાકૃતિકરીતે પણ ખૂબ જ વધુ હોય છે. તેને, સૌથી પહેલા જોન્સ હૉપિકન્સના વૈજ્ઞાનિકોએ દાયકાઓ પહેલા એક કીમોપ્રિવેન્ટિવ પદાર્થના રૂપમાં શોધ્યું હતું. સલ્ફોરાફેનને બ્રોકલીના બી, સ્પ્રાઉટ્સ અને વયસ્ક છોડમાંથી કાઢી શકાય છે અથવા તેનું જ્યૂસ બનાવીને પી શકાય છે. સલ્ફોરાફેનમાં કેન્સર અને અન્ય સંક્રમણોને રોકવાની ક્ષમતા છે. તે ખાસ પ્રકારની પ્રક્રિયા કરીને કોશિકાઓમાં ઘૂષણખોરી અટકાવવામાં મદદ કરે છે. જે કોશિકાઓમાં વાયરસનું સંક્રમણ પહેલાથી હોય, ત્યાં પણ સલ્ફોરાફેન રસાયણ નાંખ્યા બાદ વાયરસના ફેલાવાના દરમાં 50 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ રસાયણ કોશિકાઓમાં ગયા બાદ તરત જેને વાયરસથી સુરક્ષિત કરવામાં લાગી જાય છે.

હાલ, આ બધી સ્ટડી ઉંદર પર કરવામાં આવી. વૈજ્ઞાનિકોએ 30 મિલિગ્રામ સલ્ફોરાફેન પ્રતિ કિલોગ્રામ વજન પ્રમાણે ઉંદરના શરીરમાં નાંખ્યું. ત્યારબાદ તેને કોવિડ-19 વાયરસથી સંક્રમિત કર્યો. જાણવા મળ્યું કે, ઉંદરના ફેફસામાં વાયરસ લોડ 17 ટકા ઓછો થયો.

શ્વાસની ઉપરની નળીમાં 9 ટકા વાયરસ લોડ ઓછો થયો અને ફેફસામાં થયેલા નુકસાનમાં 29 ટકાનો ઘટાડો આવ્યો. સલ્ફોરાફેનના કારણે ફેફસામાં આવેલો સોજો પણ ઓછો થયો. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, સલ્ફોરાફેન સાધારણ શરદી અને કોવિડ-19માં કામ આવનારો સારો એન્ટી-વાયરલ પદાર્થ છે. તે આપણી પ્રતિરોધક ક્ષમતાને આ વાયરસો સામે લડવામાં મદદ કરે છે. ટૂંક સમયમાં જ તેનું માણસો પર પરીક્ષણ કરવામાં આવશે. જેથી, કોરોના સંક્રમણથી બચાવ માટે એક સ્થાયી સારવાર મળી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp