14 વર્ષના બાળકો પણ ચલાવી શકશે આ ઈલેક્ટ્રિક કાર, લાયસન્સની પણ જરૂર નહીં

PC: electricvehicleweb.in

ફ્રેંચ ઓટોમેકર કંપની Citroën એ નવી ઈલેક્ટ્રિક કાર Ami લોન્ચ કરી છે. જેને ખાસ કરીને યુવાઓને ધ્યાનમાં રાખી બનાવવામાં આવી છે. Citroen Ami એક નાની કાર છે અને જેને light quadricycle ની કેટેગરીમાં રાખવામાં આવી છે. કંપનીનો દાવો છે કે તેમને લગભગ 1000 ઓડર્સ મળી ગયા છે.

બેટરી અને ચાર્જિંગ

કારને પાવર આપવા માટે 6 કિલોવૉટની ઈલેક્ટ્રિક મોટર લગાવવામાં આવી છે. કારમાં મોટાભાગના પાર્ટ્સ પ્લાસ્ટિકના છે. જેમાં 5.5kWhની બેટરી છે. જેને ચાર્જ થવામાં સ્ટાન્ડર્ડ 220 વોલ્ટ સોકેટથી લગભગ 3 કલાકનો સમય લાગે છે.

ટોપ સ્પીડ 45 કિમી

એકવાર ફુલ ચાર્જ થવા પર આ કાર 70 કિમીનું અંતર કાપી શકે છે. કારનો ઉપયોગ લાંબા સફર માટે તો ન કરી શકાય, જોકે સિટી ડ્રાઈવ માટે આ એક શાનદાક વિકલ્પ છે. જેની ટોપ સ્પીડ 45 કિમી છે.

2 લોકો માટે બેસવાની વ્યવસ્થા

આ ખૂબ જ કોમ્પેક્ટ કાર છે. જેની સાઇઝ 2.41 મીટર છે. કારમાં 2 લોકોના બેસવાની સુવિધા આપવામાં આવી છે. કારની સાથે 6 કલર્ડ એક્સેસરીઝ પેક્સ પણ છે. જેના દ્વારા તમે તેને રોજ નવો લુક પણ આપી શકો છો. આ કારમાં સનરૂફનો ફીચર પણ મળે છે.

ચલાવવા માટે લાયસન્સની જરૂર નથી

આ ઈલેક્ટ્રિક કારની ખાસિયત એ છે કે, તેને ચલાવવા માટે લાયસન્સની જરૂર પણ રહેતી નથી. 14 વર્ષની ઉંમર સુધીના બાળકોને પણ આ કાર ચલાવવાની પરવાનગી છે. અને યુરોપના અન્ય ભાગોમાં 16 વર્ષના યુવા પણ આ કારને લાયસન્સ વિના ચલાવી શકે છે. કારની સાથે હોમ ડિલીવરી અને રેન્ટ પર આપવાની સુવિધા પણ આપવામાં આવી રહી છે.

આ કારમાં એવા ઘણાં ફીચર્સ આપવામાં આવ્યા છે જે ટેક્નો પ્રેમી યુવાઓને ખાસ્સા પસંદ આવી શકે છે અને આ કાર ફ્રેંચ ઈલેક્ટ્રોનિક્સ સ્ટોરની એક મોટી ચેનમાં સ્માર્ટફોન અને વીડિયો ગેમ કન્સોલની સાથે વેચાણ માટે ઉપલબ્ધ છે.

પ્રોડક્ટ હેડનું કહેવું છે કે તેમનો પહેલો ગ્રાહક એક યુવા હતો જે પોતાના પિતાની સાથે આવ્યો હતો. અમે એક ઈલેક્ટ્રિક સ્કૂટર કે મોપેડનો સુરક્ષિત વિકલ્પ શોધી રહ્યા હતા, જેને ફ્રાંસમાં સામાન્ય રીતે યુવાઓ શહેરમાં આવવા માટે ઉપયોગ કરે છે.

ફ્રાંસમાં આ કારના બેસ મોડલની કિંમત લગભગ 6000 યૂરો એટલે કે લગભગ 5.22 લાખ રૂપિયા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp