સરકારનું મહાઅભિયાનઃ 1 એપ્રિલ, 2020થી રસ્તા પરથી આ રીતે હટાવશે 2.8 કરોડ વાહનો

PC: bsmedia.business-standard.com

કેન્દ્ર સરકાર સ્ક્રેપ નીતિ અંતર્ગત મોટું પગલું લેવા જઈ રહી છે. 1 એપ્રિલ, 2020થી સરકાર 20 વર્ષ અથવા તેનાથી જુના કોમર્શિયલ વાહનો ચલાવવા પર પ્રતિબંધ લગાવશે. જેને કારણે 2.8 કરોડ વાહનો રસ્તા પરથી હટી જશે. કહેવામાં આવી રહ્યું છે કે, સરકારના આ પગલાંથી પ્રદૂષણ પર લગામ તો લાગશે જ, સાથે જ વાહન ઉદ્યોગમાં 22%નો વધારો થઈ શકે છે. આ અંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, નાણા મંત્રાલય અને વડાપ્રધાન કાર્યાલયે વાહન સ્ક્રેપ નીતિ માટે કેટલાક આવશ્યક સૂચનો મોકલ્યા છે, જેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, વાગન સ્ક્રેપ નીતિ અંતર્ગત જુના કોમર્શિયલ વાહનોના જે માલિક પોતાના વાહનો આપીને નવા વાહન ખરીદશે, તેમને આર્થિકરીતે ફાયદો મળી શકે છે. એટલે કે જો 15 વર્ષ કરતા વધુ જુના કોમર્શિયલ વાહનો જેમની કિંમત ઓછામાં ઓછી 15 લાખ રૂપિયા સુધી છે, તેને બદલીને નવું વાહન ખરીદવા પર આશરે 5 લાખ રૂપિયા સુધીની છૂટ મળી શકે છે.

સરકારના આ પગલા પહેલા જ ઘણી પ્રાઈવેટ કંપનીઓએ આ દિશામાં કામ પણ શરૂ કરી દીધું છે. તેમાં Mahindraએ સરકારી કંપની MSTCની સાથે મળીને કામ પણ શરૂ કરી દીધું છે. તેને માટે બંને કંપનીઓએ CERO નામથી કંપનીનું ગઠન પણ કર્યું છે, જેનો પ્લાન્ટ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોયડામાં શરૂ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp