કોવિડથી સાજા થયા બાદ સાચવજો, જુઓ નેચર, CDC અને વોશિંગટન યુનિ.ની સ્ટડી શું કહે છે

PC: npr.org

કોરોનાના મોટા ભાગના દર્દીઓ હળવા લક્ષણવાળા છે, જેઓ હોમ આઈસોલેશનમાં સરળતાથી સાજા થઇ જાય છે. અમુક લોકોમાં કોરોનાના લક્ષણ લાંબા સમય સુધી રહી જાય છે અને આ લોકોમાં કોરોનાથી સાજા થયા પછી પણ મોતનો ખતરો વધારે હોય છે. આ વાત બ્રિટિશ મેગેઝીન નેચરમાં છપાયેલી સ્ટડીમાં કહેવામાં આવી છે. આ ઉપરાંત CDC દ્વારા એક અન્ય સ્ટડીમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોરોનાથી હળવા લક્ષણવાળા દર્દીઓમાં અમુક મહિના પછી પણ નવા લક્ષણ સામે આવી રહ્યા છે.

નેચરમાં છપાયેલી આ સ્ટડી માટે શોધકર્તાઓએ ડેટાબેસથી 87000 વધારે કોરોના દર્દી અને લગભગ 50 લાખ સામાન્ય દર્દીઓની તપાસ કરી. તેમણે જોયું કે કોરોનાથી સંક્રમિત ન થનારાઓની તુલનામાં કોરોનાના દર્દીઓમાં સંક્રમણ પછીના 6 મહિના સુધી મોતનો ખતરો 59 ટકાથી વધારે હતો.

સ્ટડીના તારણથી એ વાત જાણવા મળી કે 6 મહિનામાં દર 1000માંથી લગભગ 8 દર્દીના મોત લાંબા સમય સુધી રહેનારા કોરોના લક્ષણોના કારણે થાય છે અને આ મોતોને કોરોનાથી જોડીને જોઇ શકાય નહીં. 6 મહિનામાં દર 1000 દર્દીમાંથી 29થી વધુ મોતો એવી થઇ જેમાં દર્દી 30થી વધારે દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા.

હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે, જ્યાં સુધી મહામારીથી મરનારાઓની વાત છે તો નિષ્કર્ષ નિકળે છે કે વાયરસથી સંક્રમિત થયાના તરત પછી થતી મોતો માત્ર ઉપરની સંખ્યા છે. જે લોકોમાં કોરોનાના લક્ષણો લાંબા સમય સુધી રહે છે, તેમને શ્વાસ લેવાની તકલીફ ઉપરાંત પણ બીમાર થવાની સંભાવના વધી જાય છે.

દર્દીઓમાં આગળ ચાલીને સ્ટ્રોક, નર્વસ સિસ્ટમની બીમારી, ડિપ્રેશન જેવી માનસિક બીમારી, ડાયબિટીસની શરૂઆત, હાર્ટ એટેક, હાર્ટ સંબંધી બીમારી, ડાયેરિયા, પાચન શક્તિ ખરાબ થવી, કિડનીની બીમારી, બ્લડ ક્લોટ(લોહીના ગઠ્ઠા), સાંધામાં દુઃખાવો, થાક જેવી સમસ્યાઓ જોવા મળી શકે છે.

સ્ટડી અનુસાર, દર્દીઓમાં મોટે ભાગે એક સાથે આમાંથી ઘણી બાબતોની ફરિયાદ હોઈ શકે છે. જે વ્યક્તિમાં કોરોના જેટલો ગંભીર હોય છે, તેને આગળ ચાલીને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો થવાની સંભાવના રહે છે.

વોશિંગ્ટન યુનિવર્સિટી મેડિકલ સ્કૂલના અસિસ્ટન્ટ પ્રોફેસર અલ અલીએ કહ્યું કે, અમારી સ્ટડીથી જાણ થઇ કે સંક્રમણની જાણ થયાના 6 મહિના પછી સુધી મોતનો ખતરો બની રહે છે. એટલું જ નહીં કોરોનાના હળવા મામલામાં પણ મોતનો ખતરો ઓછો નથી. એ સંક્રમણની ગંભીરતાની સાથે વધે છે. આ બીમારીની અસર ઘણાં વર્ષો સુધી રહે છે.

તો CDCએ હાલમાં જ પોતાની સ્ટડીમાં જણાવ્યું કે, કોરોનાના હળવા લક્ષણોવાળા દર્દીઓએ 6 મહિના પછી પણ કોઈને કોઈ નવા લક્ષણોની સમસ્યાની સાથે ડૉક્ટરનો ફરી સંપર્ક કર્યો. CDCએ આ સ્ટડી 3100થી વધારે લોકો પર કરી છે.

સ્ટડીમાં જાણવા મળ્યું કે, આમાંથી કોઈપણ દર્દી શરૂઆતી સંક્રમણમાં હોસ્પિટલમાં દાખલ થયા નહોતા. લગભગ 70 ટકા લોકોએ હળવા લક્ષણોથી સાજા થયાના 1 થી 6 મહિનાની અંદર ફરીથી પોતાના ડૉક્ટરનો સંપર્ક કર્યો. લગભગ 40 ટકા લોકોએ કોઇ વિશેષજ્ઞને બતાવવાની જરૂર પડી.

સ્ટડીના લેખકોનું કહેવું છે કે ડૉક્ટરોને ખબર હોવી જોઇએ કે તેમની પાસે આવનારા દર્દી એવા પણ હોઇ શકે છે જેઓ કોરોનાથી સાજા થયા પછી પણ કોઇ નવા લક્ષણની સાથે આવ્યા હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp