Marutiની કાર પર બમ્પર ઓફર, આ ગાડીઓ પર મળી રહી છે 1 લાખથી વધુની છૂટ

PC: car-brand-names.com

Maruti Suzukiની કારોએ વેચાણના મામલે ફરી સ્પીડ પકડી લીધી છે. ઑક્ટોબર મહિનો કંપની માટે સારો રહ્યો હતો. ગ્રાહકોને આકર્ષવા માટે કંપનીએ ગાડીઓ પર ઘણી લોભામણી છૂટ આપી હતી. ફેસ્ટિવ સીઝન પૂરી થયા પછી પણ કંપની ગાડીઓ પર બમ્પર છૂટ આપી રહી છે. કંપની તેની ગાડીઓ પર 1.13 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. જાણો કઈ કારો પર કંપની છૂટ આપી રહી છે..

Maruti Suzuki Ciaz:

કંપની આ કાર પર 87 હજાર રૂપિયા સુધીની છૂટ આપી રહી છે. આ કાર એક મિડસાઇઝ સિડાન કાર છે જે ત્રણ એન્જિન ઑપ્શનની સાથે આવે છે. કંપની પેટ્રોલ મોડલ પર 65 હજાર રૂપિયાની છૂટ આપી રહી છે. જ્યારે ડીઝલ મોડલ પર 87,700 રૂપિયા સુધીની છૂટ મળી રહી છે. ડીઝલના 1.5 લીટર મોડલ પર કંપની 55 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.

Maruti Suzuki Baleno:

કંપની આ કારના પેટ્રોલ મોડલ પર 35 હજાર રૂપિયા અને ડીઝલ મોડલ પર 62,400 રુપિયા સુધીની છૂટ આપી રહી છે.

Maruti Suzuki S-Cross:

આ કાર પર કંપની 1.13 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ કાર માત્ર 1.3 લીટર ડીઝલ એન્જિનમાં અવેલેબલ છે. આ કાર પર કંપની 50 હજાર રૂપિયાની કન્ઝ્યૂમર ઑફર, 30 હજાર રૂપિયાની એક્સચેન્જ ઑફર અને 10 હજારની કૉર્પોરેટ ઑફર આપી રહી છે.

Maruti Suzuki Ignis:

આ કાર પર કંપની 52 હજાર રૂપિયા સુધીની છૂટ આપી રહી છે. આ પ્રીમિયમ હૅચબેક કારમાં 1.2 લીટર પેટ્રોલ એન્જિન છે, જે 83hpનો પાવર આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp