ભારતમાં બેન છતા TikTok બની નંબર-1 એપ, જાણો કેટલા વધ્યા યુઝર

PC: rollingstone.com

ભારત અને ચીનના સૈનિકો વચ્ચે જૂન મહિનામાં ગલવાન વેલીમાં થયેલા હિંસક ઘર્ષણ બાદ, બંને દેશો વચ્ચે સીમા વિવાદમાં વધારો થઈ ગયો હતો. એ ઘર્ષણમાં ભારતના કેટલાક સૈનિકો શહીદ પણ થઈ ગયા હતા. એ સીમા વિવાદ બાદ ભારતમાં ચીન પ્રત્યે ગુસ્સો જોવા મળ્યો હતો. ચીન વિરુદ્ધ પ્રદર્શન કરવા લોકો રસ્તા પર પ્રદર્શનો પણ કરવા લાગ્યા હતા. ચીની પ્રોડક્ટસના બહિષ્કાર સાથે ચીની રાષ્ટ્રપતિ શી જિંન પિંગના પુતળાનું દહન કરીના પણ વિરોધ થયો.

કેટલીક રાજ્ય સરકારોએ આ સીમા વિવાદને ધ્યાનમાં લઈને ચીની કંપનીયોના કોન્ટ્રેક્ટ પણ તાત્કાલિન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રદ્દ કે સ્થગિત કરી દીધા હતા. તો ભારત સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં લઈને ભારત સરકારે ચીની એપ્સ બેન કરી દીધી હતી. તેમાં શોર્ટ વીડિયો એપ TikTok પણ બેન કરી દેવામાં આવી હતી. હવે TikTok એપને લઈને હાલમાં નવી એક અપડેટ આવી છે. તો ચાલો જાણીએ કે આખરે TikTokને લઈને શું નવી અપડેટ આવી છે.

શોર્ટ વીડિયો એપ TikTok વર્ષ 2020ની સૌથી પોપ્યુલર એપ રહી છે. ભારત-ચીન સીમા વિવાદ બાદ ચીની વીડિયો એપને દેશમાં બેન કરી દેવામાં આવી છે. એ છતાં પણ આ ચીની એપે ગૂગલ અને ફેસબુક જેવી મોટી કંપનીયોને મોટી ટક્કર આપી છે. આખી દુનિયામાં TikTokએ વર્ષ 2020મા 540 મિલિયન ડોલરની કમાણી કરી છે. ભારતમાં બેન હોવા છતાં આખી દુનિયામાં 85 કરોડ વખતે TikTok એપ ડાઉનલોડ કરવામાં આવી છે. તો 60 કરોડ લોકોએ WhatsApp એપ ડાઉનલોડ કરી છે. વર્ષ 2020મા 54 કરોડ વખતે ફેસબુક એપને ડાઉનલોડ કરવામાં આવી છે.

ટેક સાઇટ Businessinsider મુજબ ડેટિંગ એપ Tinder સૌથી વધારે પોપ્યુલર થઈ રહી છે. વર્ષ 2020મા Tinderની કુલ 513 મિલિયન ડોલરની આવક થઈ છે. Apptopia તરફથી જાહેર કરવાના આવેલા આંકડાઓ અનુસાર વીડિયો એપ YouTubeએ ગયા વર્ષે 478 મિલિયન ડોલરની કમાણી કરી છે. તો OTT પ્લેટફોર્મ Dinsey+એ 314 મિલિયન ડોલરની કમાણી કરી છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ભારત-ચીન સીમા વિવાદ બાદ સરકારે 200થી વધારે ચીની એપ બેન કરી દીધી હતી. જોકે છેલ્લા કેટલાક મહિનાઓથી ચીની એપ TikTok ભારતમાં રિ-લોન્ચિંગની તૈયારી કરી રહી છે, પરંતુ હાલમાં ભારત સરકારે આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp