શું તમે જાણો છો ડાયનોસોરની ઉત્પત્તિ કઈ રીતે થઈ?

PC: pindex.com

ડાયનોસોર પૃથ્વી પરથી કઈ રીતે વિલુપ્ત થઈ ગયા, તેના ઘણા કારણો છે. જેમાં ઘણા કાલ્પનિક છે તો અમુકમાં ફક્ત ખોટી અફવાઓ છે. પણ એક નવા સંશોધનમાં તેની ઉત્પતિ વિશે ચર્ચા કરવામાં આવી છે. મોટા ભાગે એવું માનવામાં આવે છે કે ડાયનોસોર પૃથ્વી પરતી 6.6 કરોડ વર્ષ પહેલા એક ઉલ્કા પીંડના પ્રભાવને કારણે વિલુપ્ત થઈ ગયા.

એક નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે 23.2 કરોડ વર્ષ પહેલા જ્યારે મોટી સંખ્યામાં પૃથ્વી પરથી સજીવો ગાયબ થવા માંડ્યા ત્યારે ડાયનોસોરનr ઉત્પત્તી શરૂ થઈ. 'નેચર કમ્યુનિકેશન'માં પ્રકાશિત કરવામાં આવેલા એક રિપોર્ટમાં ઈટલીના મ્યુઝિયમ ઓફ સાયન્સ, યૂનિવર્સિટી ઓફ ફેરેરા એન્ડ પાડોવા અને ઈંગ્લેન્ડની યૂનિવર્સિટી ઓફ બ્રિસ્ટલના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે ડાયનોસોરનો વિસ્તાર પણ એક સંકટથી જ થયો હતો, જેને સામાન્ય રીતે વિનાશ તરીકે ઓળખવામાં આવે છે. આ વિનાશ દરમિયાન પૃથ્વી પરથી મોટા ભાગના વૃક્ષો અને જીવો વિનાશ પામ્યા હતા.

ઉત્તરના ઈટલીના ડોલોમાઈટ્સમાં મળેલા ડાયનોસોરના અવશેષો વિશે કેટલાક સંશોધનકર્તાઓનું કહેવું છે કે પહેલા ડાયનોસોરના નિશાન મળતા નહોતા પણ પછી ઘણા ડાયનોસોરના નિશાન મળ્યા હતા. બ્રિસ્ટલમાં રિસર્ચ એસોસિએસટ અને મ્યુઝિયમ ઓફ સાયન્સના નિરીક્ષકે જણાવ્યું હતું કે અમે આ જોઈને ખૂશ છીએ કે ડાયનોસોરના પગના નિશાન અને અસ્થિઓ આ કહાની તરફ ઈશારો કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp