બીજી દુનિયામાં જવાનો દ્વાર છે બ્લેક હોલ, ધરતી પણ તેનો હિસ્સો! વૈજ્ઞાનિકોનો દાવો

PC: thedailybeast.com

જો તમે અંગ્રેજી ફિલ્મોના શોખિન હો તો તમે ‘ઈન્ટરસ્ટેલર’ અથવા ‘ડૉક્ટર સ્ટ્રેન્જઃ મલ્ટીવર્સ ઓફ મેડનેસ’ જેવી ફિલ્મો તો જરૂર જોઈ હશે. આ ફિલ્મોમાં મલ્ટીવર્સ એટલે કે દુનિયામાં ઘણા બ્રહ્માંડ હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને તેના હીરોઝ બ્લેક હોલ દ્વારા એક યુનિવર્સ દ્વારા બીજા યુનિવર્સમાં પ્રવેશ કરે છે. આમ તો આ એક ફિલ્મ હતી, પરંતુ હવે એક વૈજ્ઞાનિકે ચોંકાવનારો દાવો કર્યો છે કે જે ઘણા યુનિવર્સ અને બ્લેક હોલ સાથે સંકળાયેલો છે. વૈજ્ઞાનિકનું કહેવુ છે કે, એક યુનિવર્સ દ્વારા બીજામાં જવાનો દ્વાર બ્લેક હોલ છે.

શું છે મલ્ટીવર્સનો સિદ્ધાંત?

આપણે ધરતી પર રહીએ છીએ, ધરતી અને અન્ય 7 ગ્રહ મળીને આપણી સોલાર સિસ્ટમ બને છે. આપણી સોલાર સિસ્ટમ ઉપરાંત હજારો-લાખો સોલાર સિસ્ટમ હોવાનો પણ દાવો કરવામાં આવે છે. તે તમામ સોલાર સિસ્ટમ ગેલેક્સીમાં હોય છે. આપણી ગેલેક્સીને આકાશગંગા અથવા મિલ્કી વે કહે છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે, આ પ્રકારે સેંકડો ગેલેક્સીઓ હોય છે જે એક યુનિવર્સની અંદર મળી આવે છે. મલ્ટીવર્સની થિયરી અનુસાર, આ દુનિયામાં અગણિત યુનિવર્સ છે.

શું હોય છે બ્લેક હોલ?

બીજી તરફ બ્લેક હોલ સ્પેસમાં એવી જગ્યા છે જ્યાં ના સમય અને ના સ્થાનનો કોઈ અર્થ હોય છે. તેની ગ્રેવિટી એટલી વધુ છે કે તેની આસપાસ રહેલી દરેક વસ્તુ તેમા સમાઈ જાય છે અને ક્યારેય બહાર નથી આવી શકતી. વૈજ્ઞાનિકોએ એવો પણ દાવો કર્યો છે કે એક વિશાળ બ્લેક હોલ સોલાર સિસ્ટમને પણ પોતાનામાં ગળી શકે છે અને તેમા જતા જ પદાર્થ એક નાનકડા બિંદુમાં બદલાઈ જાય છે. આ બ્લેક હોલ અને યુનિવર્સની ખૂબ જ સરળ વ્યાખ્યા છે જેનાથી તમને તેનું મૂળ સરળતાથી સમજી શકાય. પરંતુ, બ્લેક હોલને સંપૂર્ણરીતે સમજવું ખૂબ જ અટપટું છે.

વૈજ્ઞાનિકોનો દાવો શું કહે છે?

ડેલી સ્ટાર ન્યૂઝ વેબસાઈટ સાથે વાત કરતા પોલેન્ડના વૈજ્ઞાનિક નિકોડેમા પોપલોસ્કીએ કહ્યું છે કે, દરેક બ્લેક હોલમાં એક નવુ યુનિવર્સ વસેલું છે. એટલે કે બ્લેક હોલ બીજા યુનિવર્સમાં જવાનો રસ્તો છે. તેમણે તો એવુ પણ કહ્યું કે, આપણું યુનિવર્સ પણ એક બ્લેક હોલમાં વસેલું હશે જે કોઈ બીજા યુનિવર્સની વચમાં હશે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, બ્લેક હોલ એટલા નાના પણ હોઈ શકે છે જે માઈક્રોસ્કોપ દ્વારા દેખાય અથવા એટલા વિશાળ કે તેમા સેંકડો સૂર્ય સમાઈ જાય પરંતુ, તે બધામાં એક બીજું યુનિવર્સ હોવુ સંભવ છે. તમને જણાવી દઈએ કે, પૃથ્વીથી સૌથી નજીક બ્લેક હોલ ગાઈયા બીએચ1 (Gaia BH1) છે અને તે ધરતીથી 1500 લાઈટ યર્સ દૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp